SearchBrowseAboutContactDonate
Page Preview
Page 229
Loading...
Download File
Download File
Page Text
________________ “એમાં કોઈ રહે છે ?' હા. એક યુવાન ભાઈ એમાં રહે છે.” આટલે બધે દૂર અહીં એકલા રહેવાનું કારણ ?' “બસ, એક તમન્ના. તમે જુઓ છો કે રેક્માવિકથી આટલે બધે દૂર આ ઘરને વીજળીનું કે પાણીનું કોઈ જોડાણ નથી. ત્યાં જે ભાઈ રહે છે તે ફક્ત ઉનાળામાં ચારેક મહિના આવીને રહે છે. ઉનાળામાં અહીં રાતના બાર-એક વાગે સૂર્યાસ્ત થાય અને અઢી-ત્રણ વાગતાં તો સૂર્યોદય થઈ જાય. બે-ત્રણ કલાકની રાતમાં અહીં આઇસલેન્ડમાં અંધારું ન હોય. જોઈ શકાય એવો, ચાંદની રાત કરતાં પણ વધારે ઉજાસ હોય. સંધ્યા કે પરોઢ જેવો ઉજાસ લાગે. એટલે લાઇટની જરૂર ન પડે. પીવાનું પાણી અને ખાધાખોરાકી વગેરે બધું પોતે ભરી લીધું હોય. તેઓ ઉનાળામાં અહીં ડુંગરોમાં રહેવા આવે છે એટલે પ્રકૃતિના પ્રેમી હશે !' હા, એ તો ખરું, પણ બીજું મહત્ત્વનું કારણ છે.” ‘એકલા રહે છે કે પત્ની-બાળકો સાથે રહે છે ?' એકલા જ. પરણ્યા નથી. હાથે રસોઈ કરીને ખાઈ લે છે. ચાર મહિના ઘરની બહાર નીકળતા નથી. હવે હું તમને સવાલ પૂછું છું. તમે કંઈ અનુમાન કરી શકો છો કે તેઓ શા માટે અહીં આવીને રહે છે ?' “રેક્ટાવિકમાં ગમતું નહિ હોય માટે ' કોઈકે કહ્યું. ભારતમાં હોય તો અમે એક અનુમાન કરી શકીએ કે તેઓ કોઈ આધ્યાત્મિક સાધના માટે, મૌન, ધ્યાન, જપ વગેરે માટે રહેતા હશે. ભારતમાં અનેક આવા અસંગ તપસ્વીઓ, સાધકો, મહાત્માઓ એકલા રહેતા હોય છે. અમે કહ્યું. ના, એવી કોઈ સાધના તેઓ કરતા નથી. તેઓ આખો દિવસ છાપાં, સામયિકો, પુસ્તકો વાંચે છે.” જોનાએ કહ્યું. તેમને ડર નહિ લાગતો હોય ?' કોઈકે પ્રશ્ન કર્યો. અહીં જંગલ જેવું જ નથી. એટલે જંગલી શિકારી પશુઓનો ડર ક્યાંથી હોય ?' બીજા કોઈકે કહ્યું. અહીં ચોર-ડાકુનો ભય પણ ક્યાંથી હોય ? પાસે કંઈ હોય તો ચિંતા ને ?' જોનાએ કહ્યું, “ડરનો પ્રશ્ન જ નથી. ડર તો આ ભાઈને ગમે એવો છે. વસ્તુત: ડર ઉપર વિજય મેળવવા તો તેઓ અહીં રહેવા આવ્યા છે !' વાઇકિંગના વારસદારો ૧૮૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy