________________
એ કેવી રીતે ?”
તમને સમજાવું. તમે જુઓ છો ને કે એમના ઘરની આસપાસ કેટલી બધી શિલાઓ પડી છે !'
કોઈ કોઈ શિલાઓ તો એમની દીવાલને અડીને પડી છે.” અમારામાંથી કોઈકે કહ્યું.
દર વર્ષે ઉનાળામાં આ ડુંગરો પરથી ધડધડધડ કરતી મોટી શિલાઓ તૂટી પડે છે. શરૂઆતમાં તો બરફ ઓગળે એટલે હિમશિલાઓ તૂટી પડે. પછી પથ્થરની ભેખડો તૂટે. પડતી ગબડતી ભેખડો વેગથી નીચે ધસી આવે. આ ભાઈને એવો શોખ થયો કે જોખમો વચ્ચે જીવવું, મરવાનો ડર ન રાખવો. વાઇકિંગનું એ લોહી છે. એટલા માટે તો એમણે ઘર પણ લાકડાંનાં મજબૂત પાટિયાંનું નહિ, પણ પાતળાં પાટિયાંનું બનાવ્યું છે. ચાર વર્ષથી ઉનાળામાં તેઓ અહીં રહેવા આવી જાય છે. એટલી ખાધા-ખોરાકી વસાવી લે છે કે જેથી ઘરની બહાર જવું ન પડે. પ્રસન્નચિત્તે તેઓ રહે છે. દર વર્ષે અહીં ઘણી શિલાઓ પડે છે, પણ હજુ સુધી તેમને કશું થયું નથી.”
“છે ને માણસો દુનિયામાં ! જીવનમાં નિર્ભયતા કેળવવા માટે કેવો નુસખો શોધી કાઢ્યો ! ધન્ય છે આવા મોતને મુઠ્ઠીમાં લઈને (ખડિયામાં ખાપણ લઈને) નીકળનારા માણસોને !' મારાથી બોલાઈ ગયું. અમારી બસ ગલફોસના રસ્તે આગળ ચાલી.
(પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન)
૧૮૮ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org