SearchBrowseAboutContactDonate
Page Preview
Page 228
Loading...
Download File
Download File
Page Text
________________ આઇસલૅન્ડની વસ્તી પંદર-વીસ હજારની પણ નહિ હોય. પરંતુ એ યુગ ભારે પરાક્રમનો હતો. એની ઘણી ઐતિહાસિક વિગતો મળે છે. એ બધાં લખાણો SAGA તરીકે ઓળખાય છે. SAGA એટલે આઇસલૅન્ડનો ભવ્ય ભૂતકાળ. એક જમાનો એવો હતો કે જ્યારે એમ મનાતું કે વાઇકિંગ લોકો એટલે દરિયાઈ ચાંચિયા, લુચ્ચા, જબરા અને ઘાતકી. પણ હવે ઇતિહાસકારો કહે છે કે વાઇકિંગ લોકો એટલે Raiders નહિ, તેઓ Traders - વેપારી પણ હતા. તેઓ જાનના જોખમે પણ આગળ વધવાની મહત્ત્વાકાંક્ષાવાળા હતા. તેઓએ પોતાની નૌકાવિદ્યા વિકસાવી હતી. તેમની નૌકાઓ એટલે કલાનો પણ ઉત્તમ નમૂનો. અજાણ્યા મુલકમાં જવા એમની આંખો તલસતી, નોર્વે અને આઇસલૅન્ડની વચ્ચેના સમુદ્ર પર તેમનું જ વર્ચસ્વ રહેલું.' આઇસલેન્ડના ઇતિહાસની રસિક વાતો કરતાં કરતાં જોનાએ કહ્યું, “અમારો દેશ એટલે વિશિષ્ટતાઓ અને વિચિત્રતાઓનો દેશ. દાખલા તરીકે મારું આખું નામ છે જોના ગ્રોઆ જેકબદોતિર. તમે મને કહેશો કે આમાં ગ્રોઆ તે કોણ ?' ગ્રોઆ તમારા પતિનું નામ અથવા પિતાનું નામ લાગે છે.” અમારામાંથી કોઈક બોલ્યું. “નહિ. ગ્રોઆ મારી માતાનું નામ છે. અહીં આઇસલેન્ડમાં આમ તો ફક્ત નામ અને ઓળખ લખવાનો રિવાજ છે, પરંતુ વચલું નામ લખવાની જરૂર પડે તો સ્ત્રીના નામ પછી એની માતાનું નામ લખવાનો રિવાજ છે, પિતા કે પતિનું નામ નહિ. તે પછી અટક લખાય છે. કેટલાકની અટકમાં પિતાના નામ પછી દીકરો હોય તો Son જોડાય છે અને દીકરી હોય તો Dottir જોડાય છે. તમે જોઈ શકશો કે અમે વાઇકિંગના વારસદારો છીએ. અમારામાં સ્ત્રીઓનું મહત્ત્વ પણ કેટલું બધું છે !' “હવે તમને બીજી એક વાઇકિંગ વિશિષ્ટતા બતાવું,” જોનાએ કહ્યું, તમારી ડાબી બાજુ બારીમાંથી બહાર જુઓ. હવે ડુંગરાઓ ચાલુ થયા છે. તમને કંઈ દેખાય છે ?' ડુંગરોની તળેટીથી સહેજ ઊંચે બેઠા ઘાટનું લાકડાનું એક ઘર હતું. હું બોલ્યો, “ઓહો ઠેઠ અહીં સુધી માણસો વસ્યા છે !' ના, અહીં સુધી માણસો વસ્યા નથી. આ તો ફક્ત એક જ ઘર છે. એને ઘર કહેવા કરતાં લાકડાની કૅબિન કહેવી એ વધુ યોગ્ય છે. જોનાની સૂચનાથી ડ્રાઇવરે બસ ઊભી રાખી. ડુંગરની ધાર ઉપર ઘણા મોટા મોટા પથરાઓની વચ્ચે એ કૅબિન હતી. ત્યાં જવાની કોઈ કેડી પણ નહોતી. ૧૮૯ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy