SearchBrowseAboutContactDonate
Page Preview
Page 284
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ યોસેમિટી (યુ. એસ. એ.) અમેરિકામાં ખરેખર જોવા જેવા કે કેટલાક રમ્ય નૈસર્ગિક પ્રદેશો ગણાય છે તેમાં યોસેમિટી (YOSEMITE)નું સ્થાન મહત્ત્વનું છે. અમેરિકા પશ્ચિમ વિભાગમાં આવેલા એ પ્રદેશના પ્રાકૃતિક પરિવેશને સાચવવા માટે એને “નેશનલ પાર્ક' તરીકે જાહેર કરવામાં આવ્યો છે. હિમાચ્છાદિત શિખરો, હિમનદી (ગ્લેશિયર), મોટા મોટા ધોધ, નાનાં મોટાં સરોવરો, હજાર વર્ષ જૂનાં વૃક્ષો, વિવિધ પ્રકારનાં પશુપક્ષીઓ, ફળદ્રુપ ખીણપ્રદેશ, અનુકૂળ આબોહવા - આ બધું એક જ સ્થળે જોવા મળે એવો પ્રદેશ તે યોસેમિટી. ત્યાં સામસામે પર્વતના શિખરો છે અને વચ્ચે વિશાળ હરિયાળી ખીણ છે. ત્યાં “આહવાહનીચી નામના રેડ ઇન્ડિયન આદિવાસીઓના વારસદારો હજુ પણ વસે છે. સાન્ડ્રાન્સિસ્કો પાસેના કુપરટિનો શહેરથી અમે પરિવારના સભ્યો ત્રણેક દિવસ માટે યોસેમિટી જવા નીકળ્યા હતા. દોઢસો માઈલ દૂર, યોસેમિટીની નજીક આવેલા ગામ મારિપોસા (MARIPOSA)માં “કન્ફર્ટ ઈન' નામની હોટેલમાં અમારું ઊતરવાનું ગોઠવાયું હતું. અમેરિકા જેવા ઘનાઢ્ય દેશમાં વિશાળ રસ્તાઓ પર મોટી મોટી મોટરગાડીઓ નિરંતર પૂરપાટ દોડતી રહે છે, પણ ક્યારેક કંઈક ખોટકાય તો સો-બસો ગાડીની હાર ઘડીકમાં થઈ જાય. ત્યારે બેચાર કલાક બગડી પણ જાય. અમારા હાઈવે પર કોઈ અકસ્માત થયો નહોતો, પણ એક સ્થળે મોડું સમારકામ ૨૩૪ ૪ પ્રવાસ-દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy