SearchBrowseAboutContactDonate
Page Preview
Page 385
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલી લાંબી દોરીને છેડે લૂગડાના રંગબેરંગી દડા લટકતા હતા. જીભ કાઢી તેઓએ અમારું સ્વાગત કર્યું. માઓરીનાં ગામઠી ઢોલનગારાં સાથે નૃત્ય શરૂ થયું. નૃત્ય કરતી વખતે તેઓ દડા પોતાની કમરે એવી રીતે વીંઝતા કે ભટકાય અને તડતડ અવાજ થાય. તેઓ બુલંદ સ્વરે ગાતા, ગોળગોળ ફરતા અને દડા વીંઝતા. વળી જીભ હલાવતા અને હાથની આંગળીઓમાં ધ્રુજારી કરતા. દરેકના ચહેરા ઉપર સ્મિત અને ઉલ્લાસ વરતાતાં. દડાનાં ત્રણ નૃત્ય કર્યા પછી તેઓએ દાંડિયારાસ ચાલુ કર્યા. દાંડિયા આપણા હોય છે તેના કરતાં સહેજ લાંબા હતા અને વચ્ચેથી પકડેલા હતા. એમના દાંડિયારાસ જોતાં જાણે ગુજરાતમાં હોઈએ એવું લાગે. બીજી એક વિશિષ્ટતા તેઓની એ હતી કે પોતપોતાના ભેરુ સાથે રમતાં રમતાં દાંડિયાની તાલબદ્ધ રીતે ઝડપથી અદલાબદલી કરી લેતા. આમાં પોલીન કોણ છે તે શોધી કાઢવા જ્હોન અમને કહ્યું, બધામાં ઊંચી, ચબરાક, સતત સ્મિત ફરકાવતી અને તાલબદ્ધ સુંદર નૃત્ય કરતી ત્રીસેક વર્ષની યુવતી પોલીન હોવી જોઈએ એ અમારાં બધાંનું અનુમાન સાચું પડ્યું. બીજી રીતે પણ એ સાચું હતું. રાસ પૂરો થાય, પણ જતી વખતે રમતાં રમતાં પોતાના દાંડિયા નાયક અને નાયિકાના હાથમાં તાલબદ્ધ રીતે લયપૂર્વક ફેંકતાં જાય. એક પણ દાંડિયો નીચે ન પડે. દાંડિયા ઝીલીને એકઠા કરનાર નાયિકા તે જ પોલીન. લોકનૃત્યનો કાર્યક્રમ પૂરો થયો. હવે ભોજનનો કાર્યક્રમ ચાલુ થવાનો હતો. એટલામાં તો ઉદ્યાનમાં જુદી જુદી જગ્યાએ ધુમાડાના ગોટેગોટા નીકળવા લાગ્યા. રોટરુઆમાં ન હોઈએ તો આગ લાગી હશે એવો જ વહેમ પડે. અમે કુતૂહલથી જોતા હતા. ધુમાડો ઓછો થયો ત્યાં જણાયું કે હોટેલના વેઇટરો ઉદ્યાનમાં જુદી જુદી જગ્યાએ જમીનમાં કરેલાં મોટાં બાકોરાનાં ઢાંકણાં ઉઘાડી અંદરથી મોટાં મોટાં વાસણો કાઢતા હતા. એમાં ભાતભાતની ખાદ્યસામગ્રી હતી. ગંધકની વરાળથી એને પકવવામાં આવી હતી. અમારે માટે એ “હાંગી'ની વાનગીઓ હતી. દોઢસો જેટલા પ્રવાસીઓ વિશાળ ભોજનખંડમાં પોતપોતાના મુકરર કરેલા ટેબલ પર ગોઠવાઈ ગયા. પાંચેક ટેબલ પર વાનગીઓ મૂકવામાં આવી હતી. બુફે પદ્ધતિ હતી. પરંતુ જે ટેબલનો નંબર બોલાય તે ટેબલના મહેમાનો જ વાનગી લેવા જાય જેથી ગિરદી કે ધક્કાધક્કી થાય નહિ. શાકાહારી વાનગીઓમાં ભાત, મકાઈ, કાકડી, વટાણા, કોબી, ટામેટાં વગેરે પચીસેક ચીજો હશે. જેને જે જોઈએ તે લે. એના માટે જેમને મસાલો જોઈએ તેઓ મસાલો લે. મેં મારા નિયમાનુસાર અનુકૂળ વાનગીઓ પસંદ કરી લીધી. રોટોશુઆ ત્રઃ ૩૩૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy