SearchBrowseAboutContactDonate
Page Preview
Page 386
Loading...
Download File
Download File
Page Text
________________ માઓરી યુવક-યુવતીઓ લોકનૃત્યનો વેશ બદલીને આવી ગયાં હતાં અને પીરસવામાં મગ્ન બની ગયાં હતાં. જેને જે વાનગી, પીણાં જોઈતાં હોય તે લાવી આપતાં. અમારા ટેબલ પાસેથી પોલીન પસાર થઈ. જ્યોને ટહુકો કર્યો, “પોલીન'. પણ તે તો જાણે કશું સાંભળ્યું જ ન હોય તેમ ચાલી ગઈ. અમને નવાઈ લાગી. મુખ્ય વ્યક્તિ, નેતા, અભિનેતા સાથે પોતાને બહુ જ ગાઢ સંબંધ છે એવાં બણગાં ફૂંકવાનો કેટલાકને શોખ હોય છે, પણ વાસ્તવમાં ઘણી વાર એવું નથી હોતું. જ્હોનનું પણ એવું તો નહિ હોય ને ? મારા મનમાં વિચાર સ્ફર્યો, પણ ઉતાવળે અભિપ્રાય બાંધવો યોગ્ય ન લાગ્યો. એટલામાં પોલીન ફરી અમારા ટેબલ આગળથી પસાર થઈ. આંગળીના ઇશારે તે મહેમાનોની સંખ્યાની ગણતરી કરતી હતી. જ્યોને ફરીથી બૂમ પાડી. “પોલીન'. પણ તેણે તો જાણે કંઈ ઓળખતી જ ન હોય એવો દેખાવ કર્યો એટલું જ નહિ, કડક અવાજે એ જ્હોનને વઢી, “જોતા નથી તમે કે હું રોકાયેલી છું ? મને ડિસ્ટર્બ ન કરો.” જ્હોન ભોંઠો પડ્યો. અમને થયું કે જ્યોને પોલીનનાં કેટલાં બધાં વખાણ કર્યા હતાં અને આ બાઈ તો જાણે પોતાને કશી જ લેવા દેવા નથી એમ વર્તે છે. છણકો કરીને વાત કરતી તે અમને અપ્રસન્ન અને અવિનયી લાગી. અમારામાંથી કોઈ બોલ્યું, “આજે એને પોતાના ધણી સાથે ઝઘડો થયો હશે, નહિ તો આવું વર્તન કરે નહિ.” “ધણી સાથે ઝઘડો થયો હોય એમ લાગતું નથી. નૃત્ય કરતી વખતે તે કેવી પ્રસન્ન હતી. એનો ચહેરો કેવો મરક મરક થતો હતો.' કોઈક પોતાનું અવલોકન જણાવ્યું. બીજું કોઈક બોલ્યું, ‘મિ. જ્યોન, તમારી સાથે તો કંઈ અણબનાવ નથી થયો ને ? જુઓને, બીજા ટેબલના મહેમાનો સાથે કેવી હસીને વાત કરે છે !' કોઈકે વળી કહ્યું, ‘મિ. જ્યોન, આવી ઉદ્ધત રીતે વર્તનાર સ્ત્રી સાથે તમારો સંબંધ ન રાખવો જોઈએ એવી મારી ભલામણ છે.' કોઈક વળી પોતાની અંગત સંવેદનાને ઉગ્રતાથી દર્શાવતાં કહ્યું, “આવી બૈરી હોય તો હું તો તરત છૂટાછેડા આપી દઉં. મેં બે સ્ત્રીઓને એવી રીતે છૂટાછેડા આપી દીધા છે. હું તો જરા પણ ચલાવી લેવામાં માનતો નથી.' કોઈકે પ્રશ્ન કર્યો, ‘મિ. જ્યોન, માઓરી બૈરાંઓની આવી ખાસિયત તો નહિ હોય ને ? કેટલીક કોમનાં બૈરાંઓ પુરુષો કરતાં પણ જબરાં હોય જ્યોને કહ્યું, “ના, એવું નથી. આ તો કોણ જાણે કેમ આમ વર્તી તેની ૩૩૬ ઝઃ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy