________________
ખબર ન પડી. મને પોતાને બહુ આશ્ચર્ય થાય છે. પણ તમારા વિચારો અને અનુભવો સાંભળીને મને થોડું સાંત્વન મળે છે. મિત્રો, પોલીનના આવા વર્તનની તમારા મન પર જરા પણ અસર થવા દેશો નહિ. તમે પ્રસન્નતાપૂર્વક ભોજન લેજો. આજે ભલે એ રિસાઈ હોય, બીજી વાર આવીશ ત્યારે એને મનાવી લઈશ. સ્ત્રીનું ચરિત્ર જ એવું હોય છે. સ્ત્રીને ઓળખવી એ કોઈ સહેલી વાત નથી.'
હાંગીના જમણ પછી છેલ્લે આઇસ્ક્રીમ અને પછી કૉફી આવ્યાં. કૉફી પીતાં પીતાં જ્હોને કહ્યું, ‘હવે થોડી વારમાં આપણે બસમાં બેસી આપણી મોટેલ પર જઈશું. ત્યાં રાત રોકવાનું છે, હવે તમારો અભિપ્રાય પૂછી લઉં. પોલીનને બોલાવવાનો એક વાર છેલ્લો પ્રયત્ન કરી લઉં ?’
‘ના, હાથે કરીને ફરીથી અપમાનિત થવાની શી જરૂર ?' કોઈકે કહ્યું. ‘આવી બાઈને તો જિંદગીભર બોલાવવી ન જોઈએ.' બીજાએ કહ્યું. કોઈક વળી જુદો અભિપ્રાય આપ્યો, ‘આપણે બધા પ્રવાસીઓ પોતપોતાના ગામે ચાલ્યા જઈશું. જ્મોનને તો વારંવાર અહીં આવવાનું છે, ભલે બિચારો એક વાર પ્રયાસ કરી જુએ.'
એટલામાં અમારા કૉફીના કપ ઉઠાવવા પોલીન અમારા ટેબલ ૫૨ આવી પહોંચી.
જ્હોને લાડથી ટહુકો કર્યો : ‘પો...લી...ન.'
પોલીને જ્હોનની સામે જોયું. એક ક્ષણ થંભી અને એની સામે તાકી રહી. પછી જોરથી ખડખડાટ હસતી બોલી ઊઠી, ‘અરે જ્હોન, તમે છો ? માફ કરજો. મહેમાનોનું ધ્યાન રાખવામાં હું મગ્ન હતી, એટલે મારું તમારા ત૨ફ ધ્યાન ન ગયું.' પછી એણે મહેમાનોને વિનંતી કરી, ‘મારે માટે જગ્યા કરો, પ્લીઝ. મારે મારા વ્હાલા દોસ્ત જ્હોનની સાથે બે મિનિટ બેસવું જોઈએ. એને કદાચ માઠું લાગ્યું હશે.'
જ્હોનની બાજુના પ્રવાસી આઘા ખસ્યા. પોલીન જ્હોનની બાજુમાં બેઠી. એના ગાળામાં હાથ નાખી બોલી, ‘જ્હોન, તમને મળ્યા વગર મને કેમ ગમે ?' પછી જ્યોને અમારાં બધાંનો પરિચય કરાવ્યો. બધાંની સાથે એણે હાથ મિલાવ્યા. તે ખુશખુશાલ જણાતી હતી. થોડી વાર બેસી એણે કહ્યું, ‘ભલે... હું જાઉં. હમણાં હું કામમાં રોકાયેલી છું. પણ બસ ઉપર તમને બધાંને વળાવવા જરૂ૨ આવીશ. મારી રાહ જોજો.’
પોલીન અમારા ખાલી કપ ઉઠાવીને ગઈ અને પોતાના કામમાં પરોવાઈ
ગઈ.
રોટોરુઆ * ૩૩૭
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org