SearchBrowseAboutContactDonate
Page Preview
Page 388
Loading...
Download File
Download File
Page Text
________________ કિંઈક ખિન્ન થયેલું વાતાવરણ પાછું પ્રસન્ન થઈ ગયું. સારું થયું કે આપણે એને છેલ્લે બોલાવી. નહિ તો આપણે એક ખોટી છાપ લઈને જાત અને બિચારીને અન્યાય થાત.' કોઈકે એના માટે હમદર્દી બતાવી. - “સ્ત્રીઓનો કોઈ ભરોસો નહિ, ઘડીકમાં રાજી અને ઘડીકમાં ખિન્ન.” કોઈકે પોતાની ફિલસૂફી હાંકી. “મને તો એ નાટકી લાગી. કેટલીક અભિમાની સ્ત્રીઓનો એવો સ્વભાવ હોય છે. સાવ સામાન્ય સ્ત્રી પણ આટલી ઉદ્ધત ન થઈ શકે.” એક મહિલા યજમાને અભિપ્રાય ઉચ્ચાર્યો. માઓરી લોકનૃત્ય અને હાંગીના ભોજનનો અમારો કાર્યક્રમ પૂરો થયો. મહેમાનો વિદાય લેવા લાગ્યા. માઓરી યુવક-યુવતી સૌને વિદાય આપવા હોટેલના દરવાજાને છેડે હારબંધ ઊભાં રહી ગયાં. હસીને માથું નમાવતાં હતાં. પોલીન પણ એમાં ઊભી હતી. અમારા ગ્રુપને ભાવભરી વિદાય એણે લળીલળીને આપી. અમે સૌ બસમાં ગોઠવાયાં. બધાં જ આવી ગયાં હતાં. જ્હોન પણ પોતાની સીટમાં બેસી ગયો હતો. એણે કહ્યું, “આપણે પોલીનની રાહ જોઈશું ? એણે પોતે કહ્યું છે એટલે આવવી તો જોઈએ. જો ત્રણચાર મિનિટમાં ન આવે તો આપણે જઈશું. બરાબર છે ?' ‘ભલે થોડી વધારે રાહ જોવી પડે, પણ એને આવવા દો.” કેટલાક બોલ્યા. ત્યાં તો પોલીન દોડતી આવી. બસનાં પગથિયાં ચડી હોન પાસે ઊભી રહી. પછી માઇકમાં બોલી, “બસ, તમારાં બધાંનો આભાર માનવા અને ગુડબાય કરવા આવી છું. ફરી ન્યૂઝીલેન્ડ આવો તો જરૂર અમારી હોટેલની મુલાકાત લેશો. તમારા ગાઇડ તો કેટલા બધા મળતાવડા, હસમુખા અને ૨મૂજી સ્વભાવના છે. મારા તો એ ખાસ મિત્ર છે. હવે તમે બધાં જાઓ છો ત્યારે મારે માત્ર આટલો જ ખુલાસો કરવો છે. તમને બધાંને જ્હોન સાથેનું શરૂઆતનું મારું વર્તન ગમ્યું નહિ હોય, ખરું ને ?' સાચે જ.' તમને મારે માટે અને સ્ત્રીઓ માટે જાતજાતના વિચારો સ્કુર્યા હશે, ખરું ને ?' બરાબર.' એ માટે હું તમારાં બધાંની માફી માગું છું, પણ હું ખાતરી આપું છું કે ૩૩૮ ૪ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy