________________
તમે બીજી વાર અહીં આવશો ત્યારે પણ હું એ પ્રમાણે જ વર્તીશ.”
વર્તીશ કે નહિ વતું ?' પોલીનની ભૂલ સુધારવા બધાં બોલી ઊઠ્યાં.
હસતી હસતી એ બોલી, “વર્તીશ, વર્તાશ અને વર્તીશ, કેમ જ્યોન, બરાબર છે ને ?'
“બરાબર છે', જ્યોને કહ્યું. હોને સમજ્યા વગર ટાપશી પુરાવી હોય એમ લાગ્યું. બોલવામાં કંઈ ગેરસમજ થતી અમને લાગી. કોઈકે કહ્યું, “જ્યોન, તમને કંઈ સ્વમાન જેવું છે કે નહિ ? પોલીન શું બોલે છે તે બરાબર સમજાયું ?'
ત્યાં બંને ખડખડાટ હસી પડ્યાં. પોલીને કહ્યું, “હું ફરી વાર પણ એ પ્રમાણે જ વર્તીશ, કારણ કે મારું અને જ્હોનનું એ ગોઠવેલું નાટક હોય છે.”
તેમનું ખડખડાટ હસવાનું ચાલુ રહ્યું. અમે બધાં પણ આશ્ચર્ય સહિત ખડખડાટ હસી પડ્યાં. તાળીઓના ગડગડાટ થયા.
પોલીન વિદાય લઈને ગઈ. અમે બોલ્યાં, “અરે જ્યોન, તમે તો કમાલ છો. આજનો પ્રસંગ તો કાયમ યાદ રહી જશે.'
જ્યોને કહ્યું, “તમે અમારું કાવતરું પકડી શકો છો કે નહિ તે જોવા અને સ્ત્રીઓ માટેના તમારા વિવિધ અભિપ્રાયો અને અંગત સંવેદનાઓ જાણવા માટે મેં આમ કર્યું હતું.' અમારી બસ હોટેલ છોડી મોટેલ તરફ ચાલવા લાગી.
(પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન)
રોટોશુઆ
૩૩૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org