SearchBrowseAboutContactDonate
Page Preview
Page 390
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૫ મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ લૂક (ન્યૂઝીલેન્ડ) નૈસર્ગિક સૌન્દર્યસમૃદ્ધિથી સભર એવા દેશોમાં ન્યૂઝીલેન્ડનું સ્થાન મોખરે છે. નાનામોટા સંખ્યાબંધ ટાપુઓ, સુદીર્ઘ સમુદ્રકિનારો, બારે માસ સમશીતોષ્ણ આબોહવા, હરિયાળાં ખેતરો અને ખુશમિજાજી પ્રજાજનોને કારણે ન્યૂઝીલેન્ડમાં પ્રવેશતાં જ વાતાવરણ ઉષ્માભર્યું આવકારદાયક લાગે છે. ન્યૂઝીલેન્ડ ભૌગોલિક વિસ્તારની દૃષ્ટિએ જાપાન જેવડો દેશ છે, પરંતુ જાપાનમાં એટલા પ્રદેશમાં આશરે અગિયાર કરોડ માણસો વસે છે, જ્યારે ન્યૂઝીલેન્ડમાં ફક્ત પાંત્રીસ લાખ જેટલી વસતિ છે. એના ઉપરથી ન્યૂઝીલેન્ડમાં જગ્યાની મોકળાશ કેટલી બધી હશે તેનો ખયાલ આવશે. એટલે જ બ્રિટિશ સામ્રાજ્યનો સૂર્ય જ્યારે ઝળહળતો ત્યારે અનેક બ્રિટિશ નાગરિકો પોતાનું શેષ નિવૃત્ત જીવન શાંતિથી પસાર કરવા ઇંગ્લેન્ડ છોડીને પોતાના સંસ્થાન ન્યૂઝીલેન્ડમાં આવીને વસતા હતા. એમના વંશજો અને સ્થાનિક આદિવાસી જાતિના માઓરી લોકો સુમેળથી ત્યાં રહે છે. અત્યંત રમણીય, શાંતિપ્રિય, આંતરિક સંઘર્ષરહિત, અન્ય દેશો સાથે વેરવિરોધ વિના સુખી દેશોમાં ન્યૂઝીલેન્ડની ગણના થાય છે. ગરીબી, બેકારી, ગંદકી, ગુનાખોરી, પ્રદૂષણ વગેરેનું પ્રમાણ ત્યાં નહિવત્ છે. એટલે જ કિવી નામના વિલક્ષણ પક્ષીના દેશ તરીકે ઓળખાતા ન્યૂઝીલેન્ડ તરફ વિદેશી પ્રવાસીઓનો ધસારો રહે છે. અમારી એક મંડળીનો પ્રવાસ સિંગાપુર, ઓસ્ટ્રેલિયા અને ન્યૂઝીલેન્ડનો ગોઠવાયો હતો. ન્યૂઝીલેન્ડમાં વિવિધ સ્થળે ફરીને અમે એના દક્ષિણ ટાપુમાં ૩૪૦ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy