SearchBrowseAboutContactDonate
Page Preview
Page 391
Loading...
Download File
Download File
Page Text
________________ ક્વીન્સ ટાઉનમાં આવ્યા હતા. અહીંથી હવે અમારે હજુ પણ દક્ષિણે મિલ્ક સાઉન્ડ અને માઉન્ટ કૂક જાવનું હતું. - ક્વીન્સ ટાઉન હમણાં હમણાં “બજી જંપિંગ' જેવી સાહસિક રમતો માટે જાણીતું થયું છે. બજી જંપિંગ એટલે બે પગે સ્થિતિસ્થાપક દોરડું બાંધીને સો-બસો ફૂટ ઊંચે પુલ ઉપરથી એવી રીતે નીચે પડતું મૂકવાનું કે જેથી પાણીથી થોડા અધ્ધર રહેવાય અને માથું ભટકાય નહિ. નીચે પડીને ઊંધે માથે લટક્યા પછી કૂદનારને લેવા માટે બોટ તરત આવી પહોંચે છે. દિલ ધડકાવનારો આ એક રોમાંચક અનુભવ છે. બજી જંપિંગ માટે અમારી મંડળીમાંથી એટલાં બધાં યુવક-યુવતીઓએ નામ નોંધાવ્યાં કે અડધા જેટલા બાકી રહેલા સભ્યોએ બીજે દિવસે મિલ્ફર્ડ સાઉન્ડ જોવાનું જતું કરીને એક વધુ દિવસ ક્વીન્સ ટાઉન્સમાં રોકાવાનું પસંદ કર્યું. અમે બીજા બધાએ ક્વીન્સ ટાઉનથી વહેલી સવારે નીકળી મિલ્ક સાઉન્ડ તરફ પ્રયાણ કર્યું. રસ્તામાં ટિ આનો (TE ANAU - ટે આનાઉ) નામના સ્થળે “ક્યોર્ડલેન્ડ' નામની હોટેલમાં સામાન મૂકી, ચા-નાસ્તો કરી અમે આગળ વધ્યા. અહીં રસ્તાની બન્ને બાજુ લીલાંછમ ઘાસિયાં ખેતરોમાં હૃષ્ટપુષ્ટ ઘેટાંઓ પોતપોતાના બાંધેલા વાડામાં લહેરથી ચરતાં હતાં. અહીં વચ્ચે વચ્ચે કેટલાય માઈલ સુધી કોઈનું ઘર દેખાય નહિ. આ પ્રદેશમાં જમીનની આટલી બધી છૂટ જોઈને આપણને આશ્ચર્ય થાય. આગળ જતાં બંને બાજુ ડુંગરાઓની હાર આવી. મોટાં મોટાં વૃક્ષો દેખાયાં. એમાં ઊંચા સીધાં સૂકાં પોપ્લર વૃક્ષોની હાર હતી, તો ક્યાંક હારબંધ ઉગાડેલાં પાઈન વૃક્ષો હતાં. કોઈક કોઈક વિશાળ ખેતરમાં છેવાડે માલિકનું નાનું ઘર હતું, પણ કોઈ બહાર હરતું ફરતું દેખાય નહિ. કહ્યાગરાં ઘેટાંઓ માલિકનો એટલો શ્રમ બચાવતાં હતાં. અહીંના રબારીઓ એટલે શ્રીમંત વેપારીઓ. બેઠાં બેઠાં ઘણું કમાય. રસ્તામાં એક સ્થળે અમારી બસ ઊભી રાખવામાં આવી. એ સ્થળનું નામ “દર્પણ સરોવર” (Mirror Lake) છે. બસમાંથી બહાર નીકળ્યા ત્યારે ખબર પડી કે બહાર તો સખત ઠંડી હતી અને આછા ધુમ્મસ જેવું વાતાવરણ હતું. એને લીધે બોલતી વખતે દરેકના મોઢામાંથી ધુમાડા નીકળતા હતા. સિગરેટ પીધા વગર સિગરેટના જેવા ધુમાડા કાઢવાનો આનંદ માણી શકાયો. થોડીવાર હવા મોઢામાં રોકી રાખી ગાલ ફુલાવીને પછી ઘટ્ટ ધુમાડાની લાંબી સેર પણ કાઢી શકાય. આ દર્પણ સરોવરની વિશિષ્ટતા એ છે એના સ્વચ્છ, સ્થિર પાણીમાં પાછળનાં ડુંગરાઓ, વૃક્ષો, આકાશ વગેરેનું ઊંધું સુરેખ પ્રતિબિંબ મલ્ફર્ડ સાઉન્ડ અને માઉન્ટ કૂક ઝક ૩૪૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy