SearchBrowseAboutContactDonate
Page Preview
Page 373
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ સિડનીની ફૅરવૅલ-પાર્ટી (ઑસ્ટ્રેલિયા) ઈ.સ. ૧૯૭૭ના ડિસેમ્બરમાં ઑસ્ટ્રેલિયાના સિડની શહેરમાં પેન (PEN) સંસ્થાની કોંગ્રેસમાં ભારતીય પ્રતિનિધિ તરીકે ભાગ લેવા માટે હું ગયો હતો. સિડનીની સુખ્યાત શેવરોન હોટેલમાં બધા પ્રતિનિધિઓને ઉતારો આપવામાં આવ્યો હતો. આઠ દિવસની આ પરિષદમાં સાહિત્યના જુદા જુદા વિષયો ઉપર નિબંધો વંચાયા. વળી સોવિયેટ યુનિયનમાં પેનનું કેન્દ્ર સ્થાપવું કે નહિ ? દુનિયાનાં જુદાં જુદાં રાષ્ટ્રોમાં કેદમાં પૂરવામાં આવેલા લેખકોને છોડાવવા માટે શું શું કરવું ? સોવિયેટ યુનિયનમાંથી ભાગી છૂટેલા લેખકોને સહાય કરવા શું શું કરવું ? કોરિયાના કવિ કમ જી હાને કેદમાં રાખવામાં આવ્યા છે તે માટે જાપાને છપાવેલી દ્વેષભરી પત્રિકા સામે કોરિયાનો વિરોધ વગેરે વિષયો ઉપર ઘણી ગરમાગરમ ચર્ચાઓ પણ થઈ. આ બધી ચર્ચાઓમાં ક્યારેક આંતરરાષ્ટ્રિય રાજકારણ પણ ડોકાતું હતું. Jain Education International અધિવેશનના છેલ્લા દિવસે બપોરે ઔપચારિક આભારવિધિ થઈ ગયા પછી રાત્રે છેલ્લો કાર્યક્રમ હતો ફૅરવૅલ પાર્ટીનો. આ કાર્યક્રમ માટે પેનકોંગ્રેસના ઑસ્ટ્રેલિયન આયોજકોએ જોરશોરથી જાહેરાત કરી હતી. વળી તેઓએ ગર્વપૂર્વક કહ્યું હતું, ‘કોંગ્રેસની કાર્યવાહીમાં ગરમાગરમ ચર્ચાઓથી દુખેલું તમારું માથું હળવું બનાવવું હોય તો ફૅરવૅલ પાર્ટીમાં જરૂર પધા૨જો. આ ફૅરવૅલ પાર્ટી બધા માટે આડકતરી રીતે ફરજિયાત બની હતી, કેમ કે તે માટે પ્રતિનિધિદીઠ વીસ ઑસ્ટ્રેલિયન ડૉલર (એક ડૉલર બરાબર સિડનીની ફૅરવલ-પાર્ટી * ૩૨૩ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy