________________
દસ રૂપિયા) દરેક પાસેથી અગાઉથી વસૂલ કરી લેવામાં આવ્યા હતા.
શરાબ, સંગીત અને ભોજનનો આ કાર્યક્રમ હતો. જો પહેલેથી તેની ફી લઈ લવામાં આવી ન હોત તો કદાચ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહેવાનું બહુ મન ન થાત. બીજા પ્રતિનિધિઓ સાથે વિચારવિનિમય કરતાં લાગ્યું કે માત્ર ઔપચારિકતા ખાતર પણ મારે હાજરી આપવી જોઈએ.
સિડનીમાં જે કેટલાક જૂના ઐતિહાસિક વિસ્તારો હજુ પણ સારી રીતે જાળવી રાખવામાં આવ્યા છે એમાંનો એક વિસ્તાર તે આર્થાઈલ ટાવર્સ છે. ઈંગ્લેન્ડથી દેશનિકાલની સજા પામેલા સાતસો ભારાડી ગુનેગાર કેદીઓને સ્ટીમરમાં લાવીને અંગ્રેજોઓ સિડની શહેર વસાવ્યું હતું. આ શહેરના વસવાટનો ઐતિહાસિક આરંભ આવી વિચિત્ર રીતે થયો હતો. શહેરની સ્મૃતિરૂપે એ વખતનો એ જૂનો વિસ્તાર હજુ પણ સારી રીતે સાચવી રાખવામાં આવ્યો છે. ત્યાં હવે સાહિત્ય અને કલાના વિવિધ સમારંભો અને મહેપિલો યોજાય છે. છાપરાંવાળાં મકાનોમાં પ્રાચીન વાતાવરણ અનુભવાય છે. અમારી આ ફૅરવેલ પાર્ટી - વિદાય મહેફિલ આર્થાઈલ ટાવર્ન નામના આ વિસ્તારની એક સુપ્રસિદ્ધ પ્રાચીન ઈમારતમાં ગોઠવવામાં આવી હતી.
અમને બધાંને કડક સૂચના આપવામાં આવી હતી કે કાર્યક્રમ રાત્રે બરાબર આઠ વાગે ચાલુ થશે અને તે માટે હોટેલ ઉપરની ત્રણ બસ સમયસર સાડા સાત વાગે ઊપડી જશે, માટે કોઈએ મોડું કરવું નહિ. જે મોડા પડે તે પોતાની મેળે ટૅક્સી કરીને આવી પહોંચે.
વિદેશપ્રવાસમાં સરકારે આપેલું હૂંડિયામણ કરકસરથી વાપરવું પડતું. એટલે મોડું થાય તો ટૅક્સીના ચારપાંચ ડૉલર ચૉટે એ બીકે હું મારા રૂમમાંથી નીચે લૉન્જમાં બરાબર સવા-સાતે આવીને ઊભો રહ્યો. બહાર રસ્તા પર જોયું તો હજુ બસ આવીને ઊભી નહોતી. લૉન્જમાં કોઈ પ્રતિનિધિ દેખાતા નહોતા. મને થયું કે હું ઘણો વહેલો નીચે ઊતર્યો છું. ત્યાં તો મને જોઈને રિસેપ્શનિસ્ટ પૂછ્યું, “તમે બસ માટે ઊભા છો ?
હા.' “બસ તો ત્રણેય ઊપડી ગઈ છે.'
હોય નહિ; હજુ તો સવાસાત વાગ્યા છે. સાડાસાતે બસ ઊપડશે એવી અમને સૂચના અપાઈ છે.'
“એ વાત સાચી, પરંતુ આજે પ્રતિનિધિઓ સાત વાગતામાં આવીને બેસી ગયા હતા. વળી કેટલાક સ્થાનિક પ્રતિનિધિઓ પણ વગર પૂછયે બસમાં બેસી ગયા હતા. એથી ત્રણેય બસ પૂરી ભરાઈ ગઈ હતી, એટલે
૩૨૪ : પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org