SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ અમારી મંડળીમાંથી કોઈએ ખજુરાહો જોયું નહોતું એટલે એની મુલાકાતની દરખાસ્ત તરત સ્વીકારાઈ ગઈ. આમ તો ખજુરાહો જોવા માટે એક દિવસ ઓછો ગણાય તો પણ આવો અવસર જવા ન દેવો એવો બધાનો મત પડ્યો. એ માટે શી વ્યવસ્થા થઈ શકે તે અંગે ટ્રસ્ટના કાર્યાલયમાં મૅનેજ૨ને મળ્યા તો જાણવા મળ્યું કે નવ જણ માટે તો જીપ જ ભાડે કરવી સારી પડે. વહેલી સવારે નીકળીએ તો જોવા-ફરવા માટે વધુ સમય મળે. સાંજે વેળાસર પાછા ફરવાનું સલાહભર્યું છે. જીપ કિલોમીટરના ભાવે આવે છે. અહીં જીપ તમને જૂની મળશે પણ ભાવ બધાના એકસરખા, વાજબી હોવાથી કશી છેતરામણી નથી થતી. ભાડાની ૨કમ ડ્રાઇવરને સીધી આપી શકાય અથવા આવ્યા પછી કાર્યાલયમાં જમા કરાવી શકાય. બધી માહિતી મેળવ્યા પછી અમે મૅનેજ૨ને જ જીપની વ્યવસ્થા કરી આપવા કહ્યું. તપાસ કરાવીને એમણે કહ્યું કે સવારે બરાબર સાડા પાંચ વાગે કાર્યાલય પાસે અમારા માટે જીપ આવીને ઊભી રહેશે. બીજે દિવસે સવારે અમે બધાં સમયસર અમારા ખાવાપીવાના સામાન સાથે કાર્યાલય પાસે પહોંચી ગયાં. વાતાવરણમાં ઠંડી હતી એટલે ગરમ કપડાં પણ પહેરવા પડ્યાં હતાં. અમે કાર્યાલય પાસે પહોંચ્યાં ત્યારે ત્યાં એક જીપ ઊભી હતી પણ એ અમારે માટે નહિ હોય એમ, એની દયા આવે એવી જર્જરિત હાલત જોઈને લાગ્યું. એમાં કોઈ ડ્રાઇવર પણ નહોતો. અમે રાહ જોતાં થોડે આઘે રાખેલા બાંકડાઓ ઉપર બેઠાં. હજુ પરોઢનું અજવાળું થયું નહોતું. બત્તીઓ હતી પણ એના અજવાળામાં કરકસર હતી. શિયાળાની ઠંડક અદબ વાળવા ફરજ પાડતી હતી. થોડી વારે પંદરસોળ વર્ષનો લાગતો શ્યામ વર્ણનો એક બટો છોકરો અમારી પાસે આવ્યો. એણે પૂછ્યું. ‘સા'બ, આપ ખજુરાહો જવાનાં છો ?' ‘હા; તને કોણે કહ્યું ?' ‘આપ બધાં સવારી જેવાં લાગો છો એટલે. આપ જીપમાં જવાનાં છોને ?’ ‘હા, અમે અમારી જીપની રાહ જોઈએ છીએ.' ‘જીપ તો આ આવી ગઈ છે, સા'બ. આ જીપમાં જ જવાનું છે. બેસવા માંડો.’ ‘આવી ભંગાર જીપમાં ? અને એના ડ્રાઇવર ક્યાં છે ?' ‘હું જ ડ્રાઇવર છું, સા'બ.' Jain Education International ૨ * પ્રવાસ-દર્શન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy