________________
તું ડ્રાઇવર છે ?' અમે ત્રણ ચાર જણ એકસાથે બોલી ઊઠ્યાં.
ડ્રાઇવર નહિ પણ એના હેલ્પર કે ક્લીનર જેવા લાગતા છોકરાની વાતમાં અમને ભરોસો ન બેઠો. કોઈ અજાણ્યાની સાથે ફસાઈ ન જઈએ એટલે અમે વધુ વાત કરવાનું ટાળ્યું. અમે ઊભા ન થયાં એટલે અમારા અવિશ્વાસની ગંધ એ પારખી ગયો. કોઈકના ઘરાક લઈ બીજો જ કોઈ જીપવાળો ચાલ્યો જાય એવી ઘટના ક્યાં નથી બનતી ? એટલે રાહ જોવામાં જ ડહાપણ છે એમ અમને લાગ્યું. છોકરો પોતાની જીપ પાસે જઈને ઊભો રહ્યો. અમે વાતે વળગ્યાં.
જીપની રાહ જોતાં જોતાં તો પોણો કલાક થઈ ગયો. બીજી કોઈ જીપ આવી નહિ. અમારી અધીરાઈ વધી. કાર્યાલય બંધ હતું. અમે માંહોમાંહે વિચાર કર્યો કે ધારો કે બીજી કોઈ જીપ હવે ન જ આવે તો શું કરવું ? ખજુરાહો જવા માટે તો આજનો જ દિવસ છે. સમય કપાતો જાય છે. કાં તો આ જીપમાં બેસીએ અને કાં તો પાછાં જઈએ.
“જીપ ભલે ભંગાર દેખાય, આપણે ક્યાં કોઈને બતાવવું છે ?” એકે કહ્યું.
પણ એ ખરેખર ડ્રાઇવર છે કે હાંકે છે ?' બીજાએ કહ્યું.
એની સાથે વાત તો કરી જોઈએ', ત્રીજાએ સૂચવ્યું. મેં બૂમ મારી, “એય છોકરા, શું નામ તારું ?'
‘રામશરણ, સાબ', કહેતોકને પાસે આવ્યો. કેટલાં વરસ થયાં તને ?' એકવીસ.. પણ હું બટકો છું એટલે કોઈ માનતું નથી.” કેટલા વખતથી ડ્રાઇવિંગ કરે છે ? લાઇસન્સ છે તારી પાસે ?'
જી, સા'બ, છ મહિનાથી.' એણે જીપમાંથી લાવીને પોતાનું લાઇસન્સ બતાવ્યું. તે સાચું હતું.
આવી ખરાબ હાલતમાં ગાડી કેમ છે ?' '
અહીં ચિત્રકૂટમાં જીપ તો આવી જ મળે. નવી ગાડી અમને ગરીબને ક્યાંથી પોસાય ? સતના જબલપુરમાં એવી મળે.
આ જીપ અમારે માટે જ છે એની ખાતરી શી ?”
મૅનેજર સાહેબે મને જ વરદી આપી છે. બીજાને આપી હોત તો બીજી જીપ આવત.”
જો, અમે તારી જીપમાં બેસીએ પણ પૈસા મૅનેજરને આપીશું. અને તારું ડ્રાઇવિંગ બરાબર નહિ લાગે તો ઊતરી જઈશું. છે કબૂલ તને ?'
ખજુરાહો ઝ૯ ૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org