________________
ખજુરાહો (ભારત)
ખજુરાહોનો પ્રવાસ કરવાની તક તો ઘણી વાર સાંપડી છે પરંતુ પહેલી વાર જે વિલક્ષણ અનુભવ થયો હતો તે અદ્યાપિ અવિસ્મૃત છે.
શૃંગારરસિક શિલ્પાકૃતિઓને કારણે વીસમી સદીમાં આંતરરાષ્ટ્રિય પ્રસિદ્ધિ પામવાથી ખજુરાહો દેશવિદેશના અનેક પર્યટકોની યાદીમાં ઉમેરાતું રહ્યું છે. વસ્તુતઃ ખજુરાહોનાં મંદિરોનાં સમગ્ર શિલ્પ સ્થાપત્યમાં રતિશિલ્પનું પ્રમાણ તો દસ ટકા જેટલું પણ નથી, પણ નિષિદ્ધ વસ્તુ વધુ ધ્યાન ખેંચે એ ન્યાયે ખજુરાહોની આવી ખ્યાતિ ચોમેર વિસ્તરી છે. એટલે માત્ર કૌતુક ખાતર જ નહિ, ગહન અભ્યાસ માટે પણ અનેક વિદગ્ધ વ્યક્તિઓ ત્યાં આવવા લાગી છે અને ભારતના આ ઐતિહાસિક સ્થળ વિશે સમર્થ, સચિત્ર સાહિત્ય પ્રકાશિત થતું રહ્યું છે.
પહેલી વાર ખજુરાહો જવાનો અમારો કાર્યક્રમ અણધાર્યો ગોઠવાઈ ગયો હતો. દર વરસે કારતક મહિનામાં મધ્ય પ્રદેશના તીર્થધામ ચિત્રકૂટમાં સદ્ગુરુ સેવા ટ્રસ્ટ તરફથી વિશાળ પાયે નેત્રયજ્ઞનું આયોજન થાય છે, જેનો લાભ હજારો ગરીબ દર્દીઓને મળે છે. આ નેત્રયજ્ઞમાં સેવા આપવાનો અવસર અમને કેટલાક મિત્રોને સાંપડ્યો હતો. કાર્તિકી પૂર્ણિમા પછી અમારો સેવાકાળ પૂરો થતો હતો અને મુંબઈ પાછા ફરીએ તે પહેલાં વચ્ચે એક દિવસ મળતો હતો. આસપાસનાં જોવા જેવાં સ્થળોનો અમે વિચાર કરતાં હતાં ત્યાં કોઈકે કહ્યું કે એક દિવસમાં ખજુરાહો પણ જઈ આવી શકાય.
ખજુરાહો # ૧
For Private & Personal Use Only
Jain Education International
www.jainelibrary.org