SearchBrowseAboutContactDonate
Page Preview
Page 144
Loading...
Download File
Download File
Page Text
________________ અમે સૌ પોતપોતાની રૂમમાં પહોંચી ગયાં. દરેક રૂમમાં એક બાજુની આખી દીવાલ કાચની હતી. ત્યાંથી સાવ નીચેનું દશ્ય પણ દેખાય અને દૂરદૂરનું દશ્ય પણ જોવા મળે, પરંતુ નવાઈ લાગે એવું દશ્ય તો એ હતું કે સમડી જેવાં સેંકડો કાળાં પક્ષીઓ સતત ઊડાઊડ કરતાં હતાં. અમને જાણવા મળ્યું કે એ સ્થળાંતર કરનારાં (Migrating) પક્ષીઓ હતાં. કેટલાક દિવસ પહેલાં એ આવ્યાં છે અને થોડા દિવસમાં ચાલ્યાં જશે. સ્થળાંતર કરનારાં પક્ષીઓની એક ખાસિયત એ હોય છે કે તેઓ આખો દિવસ ઊડવાનો મહાવરો રાખતા હોય છે. હોટેલમાં થોડો આરામ કરી અમે બસમાં નગરદર્શન માટે નીકળ્યા. અમારી ગાઇડ જ્યોર્જિયન યુવતી હતી. તે ઇંગ્લિશ સારું બોલતી હતી. એનું નામ હતું કેલિના. કેલિના અમને જ્યોર્જિયાનો ઇતિહાસ સમજાવતી ગઈ. નગરદર્શનના કાર્યક્રમમાં અમે યુનિવર્સિટી જોઈ, જ્યોર્જિયન સાયન્સ ઍકેડેમી જોઈ, મ્યુઝિયમ જોયું અને સ્ટેલિન પાર્ક જોયો. બપોરના ભોજન પછી અમને દારૂ બનાવનારા કારખાનામાં લઈ જવામાં આવ્યા. અમે ત્યાં પહોંચવા આવ્યા ત્યાં જ દારૂની તીવ્ર વાસ આવવા લાગી. કેલિનાએ કહ્યું કે “જ્યોર્જિયાની વિશિષ્ટતા એ છે કે દુનિયામાં જુદે જુદે સ્થળે મળીને હજારેક જાતની દ્રાક્ષ થાય છે એમાંની લગભગ પાંચસો જાતની દ્રાક્ષ ફક્ત અમારા જ્યોર્જિયામાં થાય છે. આટલી બધી જાતની દ્રાક્ષ દુનિયાના કોઈ પણ એક જ દેશમાં થતી નથી. દ્રાક્ષના ક્ષેત્રમાં પડેલા અમારા માણસો નવી નવી જાતની દ્રાક્ષ ઉગાડવાના પ્રયત્નો સતત કરતા જ રહે છે. દારૂના વ્યવસાયને કારણે જ દ્રાક્ષના પ્રકાર અને ગુણવત્તાનો અહીં વિકાસ થયો છે. અમારા દેશમાં જાતજાતના દારૂ થાય છે. કેટલીક જાતના દારૂ ફક્ત જ્યોર્જિયામાં જ બને છે. મદ્યપાનનો શોખ અમારા લોકોને ઘણો જ છે, પણ શરાબ પીને, વધુ પડતો નશો કરીને રસ્તામાં લથડિયાં ખાતા કે પીધેલી હાલતમાં પડેલા માણસો તમને જોવા નહિ મળે. અમારા લોકોની માન્યતા એવી છે કે જેમ બીજાને સિગારેટ આપવાથી દોસ્તી બંધાય છે, તેમ બીજાને દારૂ પિવડાવવાથી કે દારૂની બાટલી ભેટ આપવાથી મૈત્રી સ્થપાય છે.” ત્યાર પછી અમને દારૂની જંગી વખારમાં લઈ જવાયા. ત્યાં વિવિધ પ્રકારના દારૂનાં મોટાં મોટાં પીપ જોવા મળ્યાં. અહીંથી ઘણો દારૂ વિદેશોમાં પણ જાય છે. જ્યોર્જિયાની આ એક મોટી લાક્ષણિકતા અમને જોવા મળી. દારૂનું કેન્દ્ર જોઈ અમે આગળ ચાલ્યા. રસ્તામાં એક પૂતળું બતાવી ગાઇડે કહ્યું, “આ જ્યોર્જિયન માતાનું પૂતળું છે. એના એક હાથમાં તલવાર . ૧૦૨ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy