SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ છે અને બીજા હાથમાં દારૂનું પાત્ર છે. તલવાર દુશ્મનો માટે છે અને દારૂ મિત્રો માટે છે. તલવાર યુદ્ધનું પ્રતીક છે અને દારૂ મૈત્રીનું પ્રતીક છે. અમારી જ્યોર્જિયન માતા પડોશી રાજ્યોને કહે છે કે જો તમે અમારી સાથે શત્રુતા રાખશો તો તમે અમારા ખડ્ગનો સ્વાદ ચાખશો અને જો તમે અમારી સાથે પ્રેમભરી મૈત્રી રાખશો તો તમને અમારી ઉત્તમ કીમતી મદિરાનું પાન કરવા મળશે. આ પૂતળું જોઈને દુનિયાની દરેક પ્રજા પોતાના વિશિષ્ટ પ્રાકૃતિક સંયોગો અને દિલની ભાવના અનુસાર કેવાં કેવાં પ્રતીકોની રચના કરે છે તેનો ખયાલ આવ્યો. પાછા ફરતાં અમારી બસ પ્રાણીબાગ પાસે ઊભી રહી. કેલિનાએ કહ્યું, ‘તિબિલિસીના આ પ્રાણીબાગમાં પહેલાં તો સાડાત્રણસો જેટલાં જુદાં જુદાં પ્રાણીઓ હતાં. હવે તો માંડ પચાસ જેટલાં પ્રાણીઓ પણ રહ્યાં નથી. એના નિભાવ માટે સરકાર પાસે એટલાં નાણાં હાલ નથી. તમારામાંથી જેઓને પ્રાણીબાગ જોવો હોય તે ઊતરી શકે છે. પોતપોતાની અનુકૂળતા પ્રમાણે જોઈને તેઓ હોટેલ પર આવી શકે છે. અહીંથી ચાલીને જઈ શકાય એટલા અંતરે હોટેલ આવી છે. જેઓને પ્રાણીબાગ ન જોવો હોય તેઓ બસમાં બેસી રહે. અમે તેઓને હોટેલ પર ઉતારી દઈશું.' અમે કેટલાક પ્રાણીબાગ જોવા ઊતર્યા. અત્યંત વિશાળ જગ્યામાં આવેલો પ્રાણીબાગ એના, પ્રવેશદ્વાર આગળ જ નિસ્તેજ અને ઉજ્જડ લાગતો હતો. જ્યાં જ્યાં પ્રાણીઓ હતાં એવા થોડા વિસ્તારમાં અમે ફરી વળ્યા. એની ખાસ કોઈ વિશિષ્ટતા અમને જણાઈ નહિ. સ્થાનિક લોકો પણ આ પ્રાણીબાગ જોવા આવતા નથી એવી છાપ અમારા મન પર પડી. જે થોડા આવ્યા હતા તે પ્રાણીઓને જોવા માટે નહોતા આવ્યા. આ વિશાળ ઉદ્યાનમાં સંતાઈને બેસવા માટે યુવકયુવતીઓને સારી અનુકૂળતા મળતી હતી. તિબિલિસીમાં અમે જુદે જુદે સ્થળે ફર્યા. ત્યાર પછી બીજા દિવસે અમને વીસેક કિલોમીટર દૂર જૂની રાજધાની જોવા લઈ જવામાં આવ્યા. ડુંગરોમાંથી પસાર થતા એ રસ્તાની બંને બાજુનાં હરિયાળાં દૃશ્યો નયનને ભરી દે એવાં હતાં. આ રસ્તો જૂના વખતમાં કોકેસસ પર્વતમાળામાં લશ્કરની દૃષ્ટિએ બનાવવામાં આવ્યો હતો. એટલે આજે પણ એનું નામ ‘મિલિટરી હાઈવે' જ રહ્યું છે. જૂના તિબિલિસીમાં રાજમહેલ અને બીજા આવાસો અમને જોવા મળ્યા. ભૂતકાળની ભવ્યતાનો ખયાલ એ ભગ્નાવશેષો આપતા હતા. કેટલીક ઇમારતો હજુ અખંડિત હતી. તિબિલિસી * ૧૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy