SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ છે ત્યારે એની ભયાનકતા ઓછી થઈ જાય છે. રોજેરોજ એમાંથી જવાઆવવાને લીધે માણસની સંવેદનશીલતા પણ ઓછી થઈ જાય છે. પ્રાથમિક શાળાના આ વિદ્યાર્થીઓનો ગણવેશ હતો - સફેદ શર્ટ અને ઘેરા વાદળી રંગની અડધી ચડ્ડી. એ જોતાં જ મને થયું કે અરે, આ તો મારો પણ નાનપણમાં ગણવેશ હતો. અંગ્રેજોના શાસનકાળ દરમિયાન સફેદ શર્ટ સાથે ખાખી રંગની કે ઘેરા વાદળી રંગની અડધી ચડ્ડી શાળાના વિદ્યાર્થીઓએ પહેરવાની રહેતી. આ ભૂલકાંઓને જોઈને હું જાણે મારા બાલ્યકાળનાં સંસ્મરણોમાં સરી પડ્યો. બીજા વિશ્વયુદ્ધ વખતે મુંબઈમાં રાતને વખતે અંધારપટ (Black Out) છવાઈ જતો. સાયરન વાગે ત્યારે શું કરવું એનો લોકોને મહાવરો કરાવાતો. ૧૪મી એપ્રિલ ૧૯૪૪ના રોજ ગોદીમાં જહાજમાં વિસ્ફોટક દ્રવ્યોને લીધે ભયંકર ધડાકો થયેલો અને જાણે જાપાનીઓ આવી પહોંચ્યા છે એવો ભય પ્રસરેલો. ઘડીભર ભૂતાવળના એ વિચારોમાં હું વિલીન થઈ ગયો હતો. કબ્રસ્તાન જોઈ અમે ગાડીમાં બેઠા. હવે સીધા બેંગકોક પહોંચવાનું હતું. ડ્રાઇવરે કહ્યું, “જોયોને કવાઈ નદીનો વિખ્યાત પુલ ! “હા, ખરેખર એક ઐતિહાસિક સ્થળ જોવા મળ્યું.' “અમારા લોકોને તો આ પુલ વિશે બધી ખબર છે, પણ ચલચિત્ર ઊતર્યા પછી તો એ દુનિયામાં મશહૂર બની ગયો છે.” “અરે, અમે તો અગાઉ આ નદીનું નામ પણ ક્યારેય સાંભળ્યું નહોતું. ચલચિત્રે એને આખી દુનિયામાં જાણીતું કરી દીધું.” એક મિત્રે કહ્યું. મેં મારી અધ્યાપકીય શૈલીથી કહ્યું, “કલાની એ જ તો મહત્તા છે. કલાકાર પોતાની કલ્પનાથી અને આગવી કલાદષ્ટિથી વાસ્તવિકતાને એવી નવીનતા અર્પે છે કે જે ભાવકને આનંદની અનુભૂતિ કરાવે છે. ક્યારેક તો એ વાસ્તવિકતાને કલ્પનાથી એવી રીતે ઢાંકી દે છે કે વાત ન પૂછો.' તમારી વાત સાચી છે.” ડ્રાઇવરે કહ્યું અને ઉમેર્યું, ‘એક વાતનો ખુલાસો કરું. આખી દુનિયામાં અનેક લોકોએ ચલચિત્રમાં કવાઈ નદી અને એનો પુલ જોયાં, પરંતુ વાસ્તવિક રીતે શું બન્યું તે ખબર છે ? ના.' સિયામની આ ઐતિહાસિક ઘટના પરથી પિથેરી બોઉલે નામના કથાકારે મૌલિક કથા તો લખી, પરંતુ એમાં એણે પોતાની કલ્પનાના રંગો પૂર્યા. સાતોઈ અને નિકોલસનનાં નામો પણ કાલ્પનિક છે અને તેમની વચ્ચે બનેલી ઘટના પણ કાલ્પનિક છે.” પણ એવું તો કાલ્પનિક કથામાં હોવાનું જ.” ૨૯ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy