SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ગયા. હોડીવાળા સાથે કલાકનું ઠરાવીને બેઠા. હલેસાં અને વાંસડા વડે હાંડી સરકવા લાગી. પાણી ખાસ ઊંડું નહોતું. ખાખી રંગનું ડહોળું પાણી પણ ચિત્તને પ્રસન્નતા આપવાની ક્ષમતા ધરાવતું હતું. બંને કાંઠાની નૈસર્ગિક રમણીયતા હૃદયને ઉલ્લસિત કરી દે તેવી હતી. કાંઠે વસેલાં કોઈ કોઈ નાનાં ગામડાંઓમાં થોડી અવરજવર દેખાતી હતી. માણસો ક્યાં ક્યાં વસે છે અને ત્યાં ને ત્યાં જ પોતાનું જીવન પૂરું કરે છે એનો ખયાલ આવા પ્રદેશોમાં ન આવેલા શહેરીજનોને ક્યાંથી આવે ? જલવિહાર કરી અમે પાછા ફર્યા. ગામઠી રેસ્ટોરાંમાં અલ્પાહાર લઈ અમે કવાઈ નદીના પુલની વિદાય લીધી. એણે અમારા ચિત્તમાં વિષાદની લાગણી પ્રસરાવી દીધી હતી. આમ તો પુલ બાંધવામાં એક પણ માણસ શા માટે મરવો જોઈએ ? કોઈ અકસ્માત થાય તો તે જુદી વાત છે, પણ આ પુલ તો અડધા ભૂખ્યા યુદ્ધકેદીઓ પાસે મા૨ીમા૨ીને પરાણે બંધાવેલો છે. જેઓ મરતા જાય તેઓને પાસેની ખુલ્લી જગ્યામાં દફનાવાતા જાય. કેટલા યુદ્ધકેદીઓ મર્યા હશે ? આમ તો યુદ્ધના આંકડા અતિશયોક્તિ ભરેલા પણ હોય છે એટલે બાર-પંદર હજાર યુદ્ધકેદીઓના કહેવાતા આંકડામાંથી ઓછા કરવા હોય તેટલા ઓછા કરીએ તોપણ ધારેલો આંકડો નરી નિર્દયતાનો જ ઘોતક બની રહે છે. પાછા ફરતાં અમે યુદ્ધકેદીઓનું કબ્રસ્તાન જોવા ગાડી થંભાવી. સામાન્ય કબ્રસ્તાનની મુદ્રા એક પ્રકારની હોય છે અને સામૂહિક દફનવિધિ થઈ હોય એવા, વિશેષત: સૈનિકોના કબ્રસ્તાનની જુદી હોય છે. લંબચોરસ અને ઉપર સૈનિકનું નામ કોતરેલી શિલાઓની નજીક નજીક સરખા અંતરે હાર જોતાં એક વિશિષ્ટ ભૌમિતિક આકૃતિ લાગે. આડી અને ઊભી સરખી હાર જોતાં જ લાગે કે આ ખાસ બનાવેલું કબ્રસ્તાન છે. આ કબ્રસ્તાન તો યુદ્ધસ્મારક War Memorial - છે. શિલાઓ વચ્ચે ઊગેલાં પુષ્પો તથા લીલાછમ ઘાસને લીધે સમગ્ર દશ્યની જુદી જ છાપ પડતી હતી. યુદ્ધમાં જાપાનનો પરાજય થયો એટલે અહીં પોઢેલા આત્માઓની કુરબાની નિરર્થક નથી ગઈ એમ લાગે. એમને અમે મનોમન વંદન કર્યાં. કેટલેક સ્થળે કબ્રસ્તાનોમાં બને છે તેમ અહીં પણ બનેલું જોયું. વચ્ચેથી એક કેડી પસાર થતી હતી. કબ્રસ્તાનના એક દરવાજેથી દાખલ થઈ શાળામાંથી છૂટેલાં નાનાં બાળકો બીજે દરવાજે નીકળતાં હતાં. ટૂંકો રસ્તો શોધી કાઢવો એ તો મનુષ્યનો સ્વભાવ છે. એ માટે રોજેરોજ સ્મશાન કે કબ્રસ્તાનમાં જતાં પણ માણસ અચકાતો નથી. કેટલાક માણસોને બીક લાગે છે, પરંતુ વસ્તી જ્યારે સ્મશાન કે કબ્રસ્તાનની નજીક આવતી જાય Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy