________________
પાસાન-હામનો ધોધ
(ફિલિપાઈન્સ)
પેસેફિક મહાસાગરમાં ફિલિપાઇન્સ એ બાર મુખ્ય ટાપુઓ અને બીજા સેંકડો નાના નાના ટાપુઓ (કુલ ૭૧૦૭ ટાપુઓ)નો બનેલો ખેતીપ્રધાન દેશ છે. સ્પેનિશ લોકોએ ત્યાં લગભગ ચારસો વર્ષ રાજ્ય કર્યું. પછી આવ્યા અમેરિકનો. બીજા વિશ્વયુદ્ધ વખતે જાપાને તેનો કબજો લીધો. અમેરિકાએ તે છોડાવ્યો. ત્યાર પછી ફિલિપાઇન્સ સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું છે.
ફિલિપાઇન્સની પ્રજા એકંદરે ગરીબ છે. મુખ્યત્વે તે ખ્રિસ્તી ધર્મ પાળે છે. ફિલિપાઈન્સમાં આઠ જુદી જુદી ભાષાઓ બોલાય છે, જેમાં તગલોગ મુખ્ય છે. એની રાષ્ટ્રભાષા ફિલિપિનો છે. માતૃભાષા અને રાષ્ટ્રભાષા ઉપરાંત ઘણા લોકો અંગ્રેજી પણ સારી રીતે જાણે છે.
ફિલિપાઇન્સનું હવા ખાવાનું સુપ્રસિદ્ધ સ્થળ તે બાગિયો છે. લગભગ છ હજાર ફૂટની ઊંચાઈએ તે આવેલું છે. મારા ભાઈ ભરતભાઈ સાથે હું ત્યાં ગયો હતો. ત્યાં બે દિવસ અમે હર્યાફર્યા. હવે અમારો કાર્યક્રમ મોટરરસ્તે મનિલા જઈ પાસ્સાન-જાન-હામ (અથવા પામ્માન-હામ)નો ધોધ જોવા જવાનો હતો. ફિલિપાઇન્સમાં આવેલા આ પ્રપાતનું દર્શન એ પ્રવાસીઓ માટે અનેરું આકર્ષણ ગણાય છે.
મનિલા પહોંચી અમે એક ટૂરિસ્ટ કંપનીની ટૂરમાં તે માટે નામ નોંધાવી દીધાં. એના દર થોડા મોંઘા હતા, પરંતુ હોટેલમાંથી અમને લઈ જાય અને હોટેલમાં પાછાં પહોંચાડે ત્યાં સુધીની બધી વ્યવસ્થા ટૂરિસ્ટ
પાગ્યાન-હામનો ધોધ ૪૯ ૪૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org