SearchBrowseAboutContactDonate
Page Preview
Page 201
Loading...
Download File
Download File
Page Text
________________ થવાનો હોય તેને જૈન ધર્મમાં ‘ક્ષેત્રસ્પર્શના' કહેવામાં આવે છે. મારા એક મિત્રે કહ્યું, ‘આપણા બધાની માઉન્ટ આબુનની ક્ષેત્રસ્પર્શના હશે જ, નહિ તો એ સ્થળ આમ સામેથી ઉમેરાય કેવી રીતે ?' સોવિયેટ યુનિયનમાં કેટલાંક સ્થળોનો પ્રવાસ કરી અમે બે દિવસની સફર માટે સોચીના ઍરપૉર્ટ પર ઊતર્યા ત્યારે સ્થાનિક ગાઇડ યુવતી અમને આવકારવા માટે આવી પહોંચી હતી. એનું નામ હતું લિયોના. અમે બસમાં ગોઠવાયા. લિયોનાએ સોચીનો પરિચય આપતાં કહ્યું, ‘સમગ્ર સોવિયેટ યુનિયનમાં હવા ખાવાના સર્વશ્રેષ્ઠ સ્થળ તરીકે સોચીની ગણના થાય છે. બહુ જૂના વખતમાં અહીં ઉબેચી જાતિના લોકો વસતા હતા. તેઓ માટે ‘સોચી' શબ્દ પણ વપરાતો હતો. એટલે વખત જતાં આ જગ્યાનું નામ ‘સોચી' પડી ગયું.' સોચી કોકેસસ પર્વતની તળેટીમાં અને કાળા સમુદ્રના કિનારે આવેલું ઐતિહાસિક સ્થળ છે. અહીં ‘નાવાજિનસ્કોર્ય' નામનો કિલ્લો છે. એની સ્થાપના ઈ.સ. ૧૮૯૬માં થયેલી. સોવિયેટ યુનિયનની રચના પછી ૧૯૩૦થી ૧૯૫૦ના ગાળામાં સોચીનો ઘણો વિકાસ થયો. અહીં ચાના બગીચા છે; તમાકુનાં ખેતરો છે અને ફળની વાડીઓ છે. અહીં ગરમ પાણીના ઝરા છે. પર્વતમાંથી વહેતાં ઝરણાંઓનું અહીંનું ક્ષારવાળું પાણી બિયત માટે સારું ગણાય છે. એટલે જ અહીં હવાફેર અને આરોગ્ય માટે ઘણાં સૅનેટોરિયમ છે. અહીં તડકો ઠીક ઠીક પડે છે. એટલે આ વિસ્તારની હવા પણ આરોગ્ય માટે વખણાય છે. સોચીની વસ્તી સાડા ત્રણ લાખની છે. પણ અહીં ઉનાળાના દિવસોમાં સમગ્ર સોવિયેટ યુનિયનમાંથી રોજેરોજ હજારો પ્રવાસીઓ આવે છે. જેઓને ડૉક્ટરે ભલામણ લખી આપી હોય તેઓ આવી શકે છે. અહીં હારબંધ ઘણાં બધાં જબરજસ્ત મોટાં મોટાં સૅનેટોરિયમ છે. દર્દીઓને સામાન્ય રીતે વધુમાં વધુ એક મહિનો રહેવા દેવામાં આવે છે. દરેક પાસે ડૉક્ટરનું સર્ટિફિકેટ ઉપરાંત પોતાના ટ્રેડયુનિયનની ચિઠ્ઠી હોવી જરૂરી છે. બધા તારીખ પ્રમાણે આવે અને તારીખ પ્રમાણે જાય. અહીં બધું જ વ્યવસ્થિત હોય છે. ઉનાળામાં અમુક વખતે જ્યારે સૌથી વધુ લોકો હવાફેર માટે આવ્યા હોય ત્યારે સોચીની વસ્તી વધીને વીસ લાખે પહોંચી જાય છે. બહારગામના પ્રવાસીઓની બસોની આવન-જાવન ત્યારે આખો દિવસ સતત ચાલ્યા કરે. અમારી હોટેલ શહે૨ના એક છેડે હતી. હોટેલમાં જઈ સામાન મૂકી, માઉન્ટ આબુન * ૧૫૯ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy