________________
૨૨
માઉન્ટ આબુન (રશિયા)
અમે જ્યારે સોવિયેટ યુનિયનના પ્રવાસનું આયોજન કર્યું ત્યારે ટ્રાવેલ કંપનીના સ્ટાફના સભ્યે અમારી પ્રવાસી-ગ્રુપની મિટિંગમાં કહ્યું, ‘મારે તમને એક ખુશખબર આપવાના છે. સોવિયેટ યુનિયનની ‘ઇનટૂરિસ્ટ’ કંપનીએ તમારા પ્રવાસમાં એક વધારાનું સ્થળ ઉમેરી આપ્યું છે. એનું નામ છે માઉન્ટ આખુન. એ માટે તમારે કોઈ વધારાની ૨કમ આપવાની નથી.’
માઉન્ટ આબુન (અન્ય ઉચ્ચાર પ્રમાણે આહુન) નામનું સ્થળ દુનિયામાં ક્યાં આવ્યું એની ત્યારે અમને કશી જ ખબર નહોતી. એ નામ પણ પહેલી વાર અમે સાંભળ્યું, પરંતુ દુનિયાના કોઈ અજાણ્યા ખૂણામાં આવેલું એક અજાણ્યું સ્થળ જિંદગીમાં જોવા મળશે એ વાતનો અમને બહુ આનંદ થયો. નકશામાં અમને બતાવવામાં આવ્યું કે સોવિયેટ યુનિયનમાં, રશિયામાં નૈઋત્ય દિશાના છેડે, કાળા સમુદ્ર (Black Sea)ના કિનારે આવેલા સોચી નામના નગરથી વીસેક માઇલ દૂર આખુન પર્વત આવેલો છે.
Jain Education International
નહિ ધારેલા, નહિ કલ્પેલા, નહિ જાણેલા એવા કોઈ સ્થળે અજાણતાં જવાના સંજોગો ઊભા થાય એમાં પણ કોઈ સંકેત રહ્યો હશે ! મેં મારા પ્રવાસી મિત્રોને કહ્યું કે જે સ્થળે જે સમયે જે વ્યક્તિને જવાનું નિર્માયું હોય ત્યાં ગયા વગર એનો છૂટકો નથી. ક્યારેક હોંશથી જવાનું થાય છે, તો ક્યારેક લાચાર બનીને કે દુ:ખી થવા માટે જવું પડે છે. ક્યારેક કોઈક ઊંચકીને ત્યાં લઈ જાય છે. આવી રીતે જે જળ કે સ્થળનો સ્પર્શ
૧૫૮ * પ્રવાસ-દર્શન
For Private & Personal Use Only
www.jainelibrary.org