SearchBrowseAboutContactDonate
Page Preview
Page 202
Loading...
Download File
Download File
Page Text
________________ લંચ લઈ, થોડો આરામ કરી અમે બસમાં ફરવા નીકળ્યા. લિયોન બધું સમજાવતી હતી. અમને “દાગોમી' નામના ચાના બગીચામાં લઈ જવામાં આવ્યા. ત્યાર પછી અમને “રિવિયેરા' નામના સૌથી મોટા ઉદ્યાનમાં ફેરવવામાં આવ્યાં. સાંજે અમે હોટેલ પર પાછા ફર્યા ત્યારે લિયોનાએ કહ્યું, “હવે આવતી કાલનો દિવસ તમારે સ્વેચ્છાએ ફરવા માટેનો છે.” પણ કાર્યક્રમ પ્રમાણે તો કાલે માઉન્ટ આબુન જવાનું છે ને !' અમારામાંના કેટલાક બોલી ઊઠ્યા. ઓહ ! તમને સંદેશો મળ્યો નથી ?' લિયોનાએ આશ્ચર્ય વ્યક્ત કરતાં ઉમેર્યું, “માફ કરજો, માઉન્ટ આખુનનો કાર્યક્રમ બંધ રહ્યો છે. ત્યાંનો રસ્તો બહુ ખરાબ છે. થોડા દિવસ પહેલાં જ સરકારે ત્યાં કોઈ પણ બસને જવાની મનાઈ ફરમાવી છે. ત્યાં જવું સલાહભર્યું નથી. સોચીમાં આસપાસ ફરવાનાં ઘણાં સ્થળ છે. તમે સમુદ્રકિનારે જઈ શકો; સ્ટોરમાં જઈ ખરીદી કરી શકો; તમારી હોટેલમાં પણ પાછળ રમણીય ઝાડી છે ત્યાં ફરી શકો. દૂર જવું હોય તો થિયેટરમાં બેલે જોવા પણ જઈ શકો. એટલું યાદ રાખજો કે અહીં રસ્તામાં અધવચ્ચે ટૅક્સી મળતી નથી. હોટેલવાળા ફોન કરીને ટૅક્સી બોલાવી આપશે. અહીં ટૅક્સી ઓછી છે એટલે કેટલીક વાર ટૅક્સીવાળા ઇંગ્લિશ પૂરું સમજતા નથી અને મરજી મુજબ રકમ માગે છે. બને ત્યાં સુધી જવા-આવવાનું સાથે ઠરાવજો, નહિ તો પગે ચાલતાં પાછા ફરવું પડશે.' માઉન્ટ આબુન નહિ જવા મળે એ જાણીને બધા નિરાશ થઈ ગયા. મારા એક મિત્રે કહ્યું, “૨મણભાઈ, તમે કહેતા હતા કે બધાની ક્ષેત્રસ્પર્શના હશે માટે પ્રવાસમાં આખુન ઉમેરાયું છે. પણ હવે આપણી ક્ષેત્રસ્પર્શના લાગતી નથી. માત્ર નામસ્પર્શના હશે. કારણ કે વગર જિજ્ઞાસાએ આખુનનું નામ આપણને નિરાશ થવા માટે જાણવા મળ્યું.' મેં કહ્યું, “હા, સાચી વાત છે, નરસિંહ મહેતાએ કહ્યું છે ને કે, “જેહના ભાગ્યમાં જે સમે જે તે લખ્યું, તેહને તે સમે તે જ પહોંચે.” હજુ સૂર્યાસ્ત થવાને ઠીક ઠીક વાર હતી એટલે અમે રૂમ પર જઈ, હાથ-મોઢું ધોઈ, ચા-પાણી લઈ ફરવા માટે નીચે ઊતર્યા. અમારી હોટેલ સમુદ્રકિનારે હતી, પરંતુ સમુદ્રની સપાટીથી લગભગ પાંચસો ફૂટ ઊંચી હતી. હોટેલનો પાછળનો ભાગ સમુદ્ર તરફ હતો. ૧૬૦ એક પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy