SearchBrowseAboutContactDonate
Page Preview
Page 114
Loading...
Download File
Download File
Page Text
________________ પાંખી વસ્તી છે ત્યાં પાંચ હજાર વર્ષ પૂર્વે સમૃદ્ધ વસવાટ હશે ! અમારી ગાડી પૂરપાટ ચાલતી હતી ત્યાં અબુ ધાબીના સીમાડા ચાલુ થયા. કોઈ નવા સમૃદ્ધ શહેરમાં દાખલ થતાં હોઈએ એવો અનુભવ થયો. આર્થિક સમૃદ્ધિ થતાં નવેસરથી વસાવેલા શહે૨માં શી વાતે કમી હોય ? રહેવાને સરસ મોટાં ઘરો, પહોળા રસ્તાઓ, મોટી મોટી, બહુરાષ્ટ્રિય કંપનીનાં ઉત્તુંગ, મૌલિક ડિઝાઈનવાળાં મકાનો, વિશાળ સ્ટોર્સ, આધુનિક મોટરગાડી, પંચતારક હોટેલો અને એના સ્વચ્છ રેતીતટ, નૌકાવિહારની સુવિધા ઈત્યાદિમાં પાશ્ચાત્ય સંસ્કૃતિનો પ્રભાવ વરતાય છે. તેમ છતાં કેટલાંક સ્થાપત્યમાં મુસલમાન સંસ્કૃતિનો અણસાર અનુભવાય છે. અમે શેખ હમદાન સ્ટ્રીટ, શેખ ખલીફા સ્ટ્રીટ, અલ નાસર સ્ટ્રીટ વગેરેમાં ફર્યા. જૂના વખતમાં મોતી અને માછલીના વેપાર પર નભતા અબુ ધાબીના ક્યાં ગરીબ આરબો અને ક્યાં સુંદર વસ્ત્રોમાં સુસજ્જ સુખી વર્તમાન આરબો ! નવી મસ્જિદોના લાઉડસ્પીક૨વાળા ઊંચા મિનારામાંથી નમાજને વખતે બુલંદ ધ્વનિ ચારેબાજુ પ્રસરી રહેતો. તડકો રસ્તા પર અસહ્ય હતો, પરંતુ ઊંચાં ઊંચાં મકાનોમાં પૂર્વ- પશ્ચિમ દિશાની આખેઆખી રંગબેરંગી કાચની દીવાલો તડકાને માત્ર સહ્ય જ નહિ, આહ્લાદક બનાવતી હતી. આંતરરાષ્ટ્રિય વિનિમય વધતાં આધુનિક વૈજ્ઞાનિક પદ્ધતિથી રેગિસ્તાનમાં પણ વનસ્પતિનો વિકાસ કેવો થવા લાગ્યો છે તે અહીં નજરે જોવા મળે છે. અમે હોટેલ શેરાટોનની મુલાકાત લીધી. ઘર છોડીને બહાર રાતવાસો કરવાના વિષયને માનવજાતે છેલ્લી સદીમાં કેટલો બધો ચગાવ્યો છે ! દરેક હોટેલની ડિઝાઈન વિલક્ષણ અને પ્રભાવ અનોખો. જેમ દુનિયા સાંકડી થતી જાય છે તેમ હોટેલ ઉદ્યોગ વિસ્તરતો જાય છે. આ વૈભવી શેરાટોન હોટેલની કેટલીક આગવી લાક્ષણિકતાનો અમને પરિચય કરાવવામાં આવ્યો. અબુ ધાબી નગર, તળ ભૂમિમાં અને બાજુમાં આવેલા ટાપુ પર વિકાસ પામ્યું છે. અમે ફરતાં ફરતાં સમુદ્રકિનારે એક ઉદ્યાનમાં પહોંચ્યા. નવીનભાઈએ કહ્યું, ‘અંધારું થતાં સુધી આપણે અહીં બેસીને ધર્મચર્ચા કરીશું’ જીવદયાનો જ વિષય નીકળ્યો. આ બાજુની સમગ્ર પ્રજા માંસાહારી છે. ભારતમાં શાકાહારી લોકોનું જેટલું પ્રમાણ છે એટલું દુનિયામાં બીજે ક્યાંય જોવા ન મળે. માંસાહારી પ્રજામાં પણ દરેકની ખાસિયત જુદી જુદી. સમુદ્રકિનારે વસતા લોકોમાં મત્સ્યાહારનું પ્રમાણ વિશેષ હોય એ સ્વાભાવિક છે. જૈન ધર્મમાં જીવદયાની વાત જેટલી સૂક્ષ્મતાથી વિચારવામાં આવી છે તેટલી અન્ય ધર્મમાં નથી. ૭૨ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy