SearchBrowseAboutContactDonate
Page Preview
Page 232
Loading...
Download File
Download File
Page Text
________________ સવારે જ અમને સૂચના આપતાં ભારપૂર્વક કહ્યું હતું, “સાંજે પાંચ વાગ્યે બધાએ સમયસર લૉન્જમાં તૈયાર રહેવું. બધાની ટિકિટ આવી ગઈ છે. આપણે જો વહેલા પહોંચીશું તો બેસવાની સારી જગ્યા મળશે. મોડું થશે તો પાછળ બેસવું પડશે. બહુ મોડું થશે અને નૌકા ઊપડી જશે તો આપણા પૈસા પાણીમાં જશે.” પોતાને વાંકે બીજાનો કાર્યક્રમ ન બગડે એવી તકેદારી રાખી સૌ સમય કરતાં વહેલા લોન્જમાં આવી ગયા હતા. ગાઇડ આવ્યો એટલે એની સાથે અમે સૌ બહાર નીકળ્યા. અલ ગેઝિરાહ-અલ વાસ્તા નામના વિસ્તારમાં ઊભે રાખેલી બસમાં અમે ગોઠવાયા. ગાઇડે કહ્યું, “આપણે સ્ટીમરના મથકે પહોંચીએ ત્યાં સુધીમાં હું તમને અમારી પવિત્ર નાઇલ નદી વિશે થોડીક માહિતી આપીશ. નાઈલ દેખાવે થોડી નાની લાગશે, પણ તમને જાણીને આશ્ચર્ય થશે કે આખી દુનિયાની તે લાંબામાં લાંબી નદી છે. તે આશરે ૪૧૬૦ માઈલ જેટલી લાંબી છે. લંબાઈ ઉપરાંત એની બીજી મહત્ત્વની ખાસિયત એ છે કે તે દક્ષિણ દિશામાંથી ઉત્તર દિશા તરફ વહે છે. વિશ્વની ઘણીખરી મોટી મોટી નદીઓ પૂર્વમાંથી પશ્ચિમમાં કે પશ્ચિમમાંથી પૂર્વમાં કે ઉત્તરામાંથી દક્ષિણમાં વહે છે. આફ્રિકામાં નાઈલ એક જ એવી મોટી નદી છે કે ઉત્તરાભિમુખ છે.” ગાઇડે વચ્ચે પ્રશ્ન કર્યો, “તમે હેરોડોટસનું નામ સાંભળ્યું છે ?' હા, ગ્રીક ઇતિહાસકાર, અઢી હજાર વર્ષ પહેલાં જે થઈ ગયા તે ?' મેં કહ્યું. બરાબર છે; એમણે કહ્યું છે કે મિસરની સંસ્કૃતિ એ તો નાઈલ નદીની દેવી ભેટ છે. નાઈલ નદી ન હોય તો મિસરની સંસ્કૃતિ ન હોય. ભૂમધ્ય સમુદ્રમાં અમારા સામા કિનારે ગ્રીસ આવ્યું. જે સમયે ગ્રીસની સંસ્કૃતિ નાના બચ્ચા જેવડી હતી તે સમયે ઈજિપ્તની સંસ્કૃતિ પુખ્ત વયના માણસ જેવડી હતી, પરંતુ મહત્ત્વનો તફાવત એ છે કે લગભગ ચાર લાખ ચોરસ માઇલના ઇજિપ્તના વિસ્તારમાં માત્ર લગભગ પાંચ ટકા જેટલી જમીનમાં લોકો વસેલા છે અને બાકીના પંચાણું ટકા જમીન તે સહરાનું રણ છે. ઇજિપ્તની લગભગ સાડાત્રણ કરોડ જેટલી જ વસ્તી છે તે મુખ્યત્વે આ નાઈલ નદીની આસપાસ વસેલી છે. ટાન્ઝાનિયા, યુગાન્ડા, ઇથિયોપિયા અને સુદાનમાં થઈને વહેતી આવતી નાઈલનો સૌથી વધુ લાભ ઇજિપ્તને મળે છે. ૧૯૦ % પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy