SearchBrowseAboutContactDonate
Page Preview
Page 233
Loading...
Download File
Download File
Page Text
________________ ‘નાઈલને “બ્લૂ (Blue) નાઈલ” કહેવામાં આવે છે પણ અહીં કેરોમાં તો તે ક્યાંય બ્લૂ દેખાતી નથી ?' કોઈક પ્રશ્ન કર્યો. ગાઇડે કહ્યું, ‘અહીં અમે એને ‘બ્લૂ’ કહેતા નથી. વસ્તુત: ‘બ્લૂ નાઈલ’ અને ‘વ્હાઇટ નાઈલ' બે ભિન્ન નદીઓનો સંગમ થઈ એક નાઈલ નદી બને છે. વિક્ટોરિયા સરોવરમાંથી નીકળતી નદી મુખ્ય નદી છે તે ‘વ્હાઇટ નાઈલ' તરીકે ઓળખાય છે. ઈથિયોપિયામાંથી ઉદ્ભવતી અને સુદાનના ખાર્ડમ શહેર પાસે ‘વ્હાઇટ નાઈલ'ને મળતી નદી તે ‘બ્લૂનાઈલ' : બન્ને નાઈલ તેથી તેમની પહેચાન માટે તેમનાં નામના સાથે ‘વ્હાઇટ’ અને ‘બ્લૂ' એવાં વિશેષણ જોડ્યાં. અમારી ભાષામાં બ્લૂ નાઈલને ‘બહાર-અલ-અઝરક' અને ‘વ્હાઇટ નાઈલ’ને ‘બહાર-અલ- આબિયાબ' કહે છે. સુદાનમાં ખાતુન પાસે બંને નદીઓનો સંગમ થાય છે અને પછી એક પ્રવાહરૂપે ઇજિપ્તમાં દાખલ થાય છે. ‘આતબારા’ નામની બીજી નદીનો એની સાથે સંગમ થયા પછી એનું કદ મોટું થાય છે. કુદરતની રચના કેવી છે તે જુઓ ! ઇજિપ્તમાં ખાસ કંઈ વરસાદ પડતો નથી. વરસાદ પડે છે એબિસિનિયામાં, પણ એનો લાભ મળે છે ઇજિપ્તને, કારણ કે ઇજિપ્ત પાસે ઊંડી લાંબી ખીણ છે. એટલે આગળથી વહેતી નદી ખીણના નીચાણવાળા ભાગમાં ધસે છે અને વૃદ્ધિ પામીને ભૂમધ્ય સમુદ્રને મળે છે.' ‘તમારી આ નદીનું મૂળ ક્યાં આવ્યું ?’ ‘ચાર હજાર માઈલ કરતાં વધારે લાંબી નદી તે ‘વ્હાઇટ નાઈલ’. એનું મૂળ લગભગ એટલે દૂર તો હોવું જોઈએ. ઓગણીસમા સૈકા સુધી તો એ વિશે કોઈને કશી ખબર નહોતી. સ્પેક, લિવિંગ્સ્ટન, મોર્ટન વગેરે યુરોપીય બહાદુર સાહસિક શોધસફરીઓએ આ વિસ્તારમાં રખડીને નકશાઓ તૈયાર કરેલા. તેઓએ બતાવેલું કે દક્ષિણમાં ન્યાવારોંગો નામની નાનકડી નિર્ઝરણીમાં નાઈલનું મૂળ છે. ત્યાં એનો જન્મ; યુગાન્ડા, સુદાન વગેરેમાં એની કિશોરાવસ્થા અને ઇજિપ્તમાં એનું યૌવન જોવા મળે છે. ઇજિપ્તની એ જનેતા છે, જીવાદોરી છે. પ્રાચીનકાળમાં અમારા લોકો ‘ફરાઓહ’ રાજાઓને દેવની જેમ પૂજતા, તેમ નદીને લોકકલ્યાણ કરનારી પવિત્ર માતા તરીકે પૂજતા. તેઓની ભાવના એવી ઊંચી હતી કે નાઈલમાં કોઈ માછલી પકડતા નહિ. રાજ્ય તરફથી પણ પ્રતિબંધ હતો. નદી માટે આટલો બધો ભાવ થવાનું કારણ એ હતું કે એક બાજુ જીવનનું સંરક્ષણ કરનારી નદી છે અને બીજી બાજુ હજારો માઈલનું સળંગ નિર્જન રણ છે. કોઈ ગુજરી જાય તો લોકો શબને ગામને પાદર રણની રેતીમાં દાટી નાઈલમાં નૌકાવિહાર * ૧૯૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy