SearchBrowseAboutContactDonate
Page Preview
Page 234
Loading...
Download File
Download File
Page Text
________________ આવે. માણસે આખી જિંદગી રણમાં મડદાં દટાતાં જોયાં હોય એટલે લોકોનાં મનમાં રણ એટલે કબ્રસ્તાન, અપશુકનિયાળ, બિહામણું એવો ખયાલ બંધાઈ ગયેલો. નદી એટલે જીવન અને રણ એટલે મૃત્યુ એવી ગાંઠ લોકોના મનમાં પાકી થઈ ગયેલી. નદીમાં પૂર આવે ત્યારે લોકોનાં હૈયામાં આનંદની ભરતી આવે, કારણ કે નાઈલમાં પૂર ન આવે તો ભૂખમરો ચાલુ થાય. પૂર આવે એટલે માઈલો સુધીની જમીન ભીની થાય, કાંપ થાય, ચીકણા કાદવવાળી ફળદ્રુપ થાય અને ખેતીને લાયક થાય. એ બે-ત્રણ મહિનામાં આખા વરસનું કામ કરી લેવાનું. ઘરનાં બૈરાંછોકરાં બધાં કામે લાગી જાય. કાળી મજૂરી કરે. બાપ દીકરાને સલાહ આપે, “બેટા, નદીમાં પૂર આવે ત્યારે ઊંધું ઘાલીને જમીન સામે નજર રાખતો રહેજે અને થાક્યા વગર ખેતીનું કામ કરી લેજે, નહિ તો આખું વરસ પસ્તાવો રહેશે.' પણ હવે તો આસ્વાનમાં બંધ બંધાયો છે ને ?' કોઈક પ્રશ્ન કર્યો. હા, આસ્વાનમાં બંધ બંધાતાં અને “નાસર સરોવર'ની રચના થતાં ઇજિપ્તને બારે માસ પાણીની સારી સગવડ થઈ ગઈ છે. નાઈલમાં હવે આખું વર્ષ એકસરખું પાણી રહે છે. એટલે ખેતી બારે માસ થઈ શકે છે, પરંતુ હજુ પણ જૂની ઘરેડ પ્રમાણે અમુક જ મહિનામાં ખેતી કરનાર લોકો પણ ઘણા છે. નાઈલની વાતો પૂરી થાય તે પહેલાં તો નૌકાવિહાર માટેનું મથક આવી ગયું. કિનારે લાંગરેલી જુદી જુદી નૌકાઓમાંથી અમારા માટેની નૌકામાં ગાઇડ અમને દોરી ગયો. પ્રવેશદ્વાર પર અમારું સ્વાગત કરવા સ્ટાફના વિનયી સભ્યો સુંદર વસ્ત્રોમાં સુસજ્જ થઈને ઊભા હતા. સ્ટીમરમાં દાખલ થતાં જ અમારા ગાઈડનું મોટું પડી ગયું. તે બોલ્યો, “અરે ! આપણે આટલા વહેલા નીકળ્યા, પણ અહીં તો બધું ભરાઈ ગયું છે. આપણે છેલ્લા છીએ.' તરત કચવાટ ચાલુ થયો. અમારા ગ્રુપના સભ્યોને છેવાડે બેસાડવામાં આવ્યા. ઢળતી સંધ્યા અને પડતી રાત્રિ એ બંનેનું સૌંદર્ય માણવા મળશે, પણ સંગીત-નૃત્યની મહેફિલ સરખી માણવા નહિ મળે એનો રંજ ઘણાનાં મનમાં ઊભરાવા લાગ્યો. રંગબેરંગી લાઇટોનાં વિવિધ પ્રકારનાં તોરણો અને ફુગ્ગાઓથી સ્ટીમરને શણગારવામાં આવી હતી. વાતાવરણ ઉષ્મા અને ઉલ્લાસનું હતું. સ્ટીમરના એક છેડે મંચ જેવું હતું. મોટી લાઇટો અને માઇકની વ્યવસ્થા હતી. એની સામે હારબંધ ખુરશીઓ હતી. વચમાં અને બંને છેડે પેસેજ ૧૯૨ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only WWW.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy