SearchBrowseAboutContactDonate
Page Preview
Page 311
Loading...
Download File
Download File
Page Text
________________ ૩પ સહસ્ર દ્વીપના પ્રદેશમાં (યુ.એસ.એ.-કેનેડા) અમેરિકામાં નૈસર્ગિક રમણીય પ્રદેશો ઘણા બધા છે, પરંતુ તેમાં ઉત્તરે કેનેડાની સરહદ પર, સેન્ટ લોરેન્સ નદીમાં આવેલા થાઉઝન્ડ આઇલૅન્ડસ્ટ્રસહસ્ત્ર દ્વીપના પ્રદેશની લાક્ષણિકતા કંઈક ઑર જ છે ! જોતાં જ મનમાં વસી જાય એવો એ ચેતોહર પ્રદેશ છે. ઉપર આકાશ, નીચે શાંત વહેતી નદીનું સ્વચ્છ જલ (શિયાળામાં તે ઠરીને બરફ થઈ જાય), એમાં નજીક નજીક આવેલાં નાનામોટા દ્વીપો, બંને કિનારા પર ઊંચીનીચી ટેકરીઓ, પાઈન, પોપ્લર, ચેરી વગેરે વિવિધ પ્રકારનાં વૃક્ષોની ગાઢ હરિયાળી એ બધાંને કારણે આ વિસ્તાર એક એવી આગવી પ્રાકૃતિક રમ્યતા ધારણ કરે છે કે રસિક પ્રવાસીનું ચિત્ત તેના તરફ આકર્ષાયા વગર રહે નહિ. અઢારમી સદીના ઉત્તરાર્ધથી કેટલા બધા શ્રીમંત સહેલાણીઓ ત્યાં કોઈ એક મનપસંદ બેટ ખરીદીને પોતાની વસાહત ઊભી કરવા દોડ્યા હતા ! આજે તો એ પ્રદેશનો બહુ વિકાસ થયો છે. હોટેલો, મોટેલો, જાતજાતની રેસ્ટોરાં, ગોલ્ફ ક્લબ, ટેનિસ કોર્ટ, ઘોડેસ્વારીનાં મેદાનો, થિયેટરો, મ્યુઝિયમ, પ્રાણીબાગ, મત્સ્ય શિકારના શોખીનો માટે ભાડે મળતી યાંત્રિક . હોડીઓ એમ વિવિધ પ્રવૃત્તિઓથી એ વિસ્તાર ગાજતો થઈ ગયો છે. દુનિયામાં જેટલાં સરોવરો છે તેના કરતાં દ્વીપની સંખ્યા ઘણી બધી છે. એક માણસ ઊભો રહી શકે કે એકાદ નાનું ઘર થઈ શકે એટલા નાના દ્વીપથી માંડીને એક આખું નગર વસે એવા મોટા દ્વીપ (Island સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં જ ૨૬૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy