SearchBrowseAboutContactDonate
Page Preview
Page 314
Loading...
Download File
Download File
Page Text
________________ પોલીસ આવી. તપાસ કરતાં માલૂમ પડ્યું કે એ શબ્દ તો જાણીતા ચાંચિયા જ્હોન પાઈનનું છે. એ અહીં કેવી રીતે આવ્યો ? કોણે ખૂન કર્યું ? તપાસ કરતાં વધુ વિગતો બહાર આવી છે. જ્હોન પાઈન અને એના ટોળકીના સાથીદારોએ અબ્રાહ્મ લિંકનનું અને એના પ્રધાનમંડળના સભ્યોનું ખૂન કરવાનું કાવતરું કર્યું હતું. એ માટે કેટલાક રાજકારણીઓ ત૨ફથી જ્યોન પાઈનને ઘણી મોટી રકમ આપવામાં આવી હતી. ૨કમ એણે પોતાના સાથીદારો સાથે વહેંચી લેવાની હતી. પરંતુ બહુ મોટી રકમ મળતાં જ્હોન પાઈનની દાનત બગડી. બીજી બાજુ લિંકનના ખૂનના કાવતરાની વાત ફૂટી ગઈ. પોલીસે જ્હોન પાઈનને પકડવા શોધ ચલાવી, પરંતુ એ રકમ લઈને તે ભાગીને આ વિસ્તારમાં સંતાવા માટે દોડી આવ્યો. તે આ મેપલ ટાપુની ગીચ ઝાડીમાં આવેલા એક ઘરમાં સંતાઈ ગયો. તે ભાગ્યે જ ઘરની બહાર નીકળતો. એક માછીમાર પાસેથી માછલાં લઈ પોતાનું ગુજરાન ચલાવતો. એમ કરતાં ઘણો સમય નીકળી ગયો. એના સાથીદારોએ કાવતરા માટે મળેલી ૨કમમાંથી પોતાનો હિસ્સો મેળવવા જ્હોન પાઈનની ઘણી શોધ કરી, પરંતુ તે મળ્યો નહિ. એમ શોધ કરતાં કરતાં તેઓ એક દિવસ આ ટાપુ પર તપાસ કરવા આવ્યા. જ્હોન પાઈનને પકડ્યો અને પોતાનો હિસ્સો માગ્યો. જ્હોને હિસ્સો આપવાનો ઇન્કાર કર્યો એટલે ઝઘડો થયો. મારામારીમાં સાથીદારોએ એનું ખૂન કર્યું. એના ઘરમાંથી બધી ૨કમ મેળવી લીધી અને એ ઘરને આગ લગાડી તેઓ ભાગી ગયા. લિંકનના ખૂનના કાવતરાનું પરિણામ આવું કરુણ આવ્યું ! અમારી સ્ટીમર આગળ જતાં એક વિશાળ ટાપુ આવ્યો. એનું નામ ત્યાં ઊગેલાં ચેરીનાં વૃક્ષો ઉ૫૨થી 'ચેરી આઇલૅન્ડ' પડેલું છે. આ ટાપુ ઉપર એક કોટ્યાધિપતિએ સરસ મઝાનો વિશાળ બંગલો બંધાવ્યો છે. એમાં ભાતભાતના ઘણા ઓરડા છે અને એ બધા ઓરડાઓની સજાવટ વિવિધ પ્રકારની પ્રાચીન શિલ્પાકૃતિઓ, ચિત્રો અને ચીજવસ્તુઓ સાથે કરી છે. બોટમાંથી ઊતરીને અમે એ બંગલાની મુલાકાત લઈ આવ્યા. માણસના શાંખ કેવા કેવા હોય છે તેનો સરસ ખ્યાલ અહીં આવ્યો. સ્ટીમર આગળ ચાલી. ગાઇડે કહ્યું, ‘હવે થોડી વારમાં ડાબી બાજુ એક નાનકડો ટાપુ અને એના પર બાંધેલું એક ઘર આવશે. જ૨ા ધ્યાનથી જોજો.' એ ટાપુ પાસે આવ્યો એટલે સૌએ ધ્યાનથી જોયું. ગાઇડે પૂછ્યું, ‘શું લાગે છે તમને આ ઘર જોઈને ?' ‘ટાપુ ઉપર ઘર છે, પણ ઘરની બહાર ચાલવા માટે જરા જેટલી ૨૬૪ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy