SearchBrowseAboutContactDonate
Page Preview
Page 315
Loading...
Download File
Download File
Page Text
________________ પણ જગ્યા નથી.' એકે કહ્યું. ‘આ ટાપુ ઉપર ઘર એ તો જાણે ટાપુને માથે પહોળી ટોપી પહેરાવી હોય એવું લાગે છે.” બીજાએ કહ્યું. “પણ આ ઘર એણે બાંધ્યું હશે કઈ રીતે ? નદીના પાણીમાં હોડીમાં ઊભા ઊભા એણે ઘર બાંધ્યું હશે ? એમ કરવા જાય તો પણ આવું ઘર બાંધવાનું ફાવે નહિ.' ત્રીજું કોઈક બોલ્યું. ગાઇડે કહ્યું, “ના, એમ પણ નથી. આ ઘરની કથા કંઈક જુદી છે. એક સાધારણ સ્થિતિના માણસને અહીં ટાપુ ઉપર ઘર બાંધીને રહેવાનું મન થયું. એણે એક રૂમ અને રસોડું થાય એટલા નાના ઘર માટે એટલી જ જમીનવાળો આ ટાપુ સાવ સસ્તામાં ખરીદી લીધો. પછી જાતે ઘર બાંધવાનું ચાલુ કર્યું, પણ કોઈ રીતે ઘર ઊભું કરવાનું ફાવતું નહિ. છેવટે એણે એક રસ્તો કાઢ્યો. એણે ટાપુનું માપ ચારે બાજુથી બરાબર લઈ લીધું. પછી શિયાળો આવ્યો એટલે નદીનાં પાણી થીજી ગયાં અને ટાપુ ઉપર બે ત્રણ ફૂટ જેટલો બરફ જામી ગયો. ત્યારે એણે અહીં લાકડાં આણી તે માપ પ્રમાણે વહેરી જાતે ઘર ઊભું કરી દીધું અને તે બરાબર ટાપુની ઉપર માપમાપે ગોઠવી લીધું. પછી જ્યારે ઉનાળો આવ્યો ત્યારે બરફ ઓગળતો ગયો અને ઘર ધીમે ધીમે નીચે ઉતરતું ગયું અને બધો બરફ ઓગળી ગયો ત્યારે એનું ઘર ટાપુના મસ્તક ઉપર ટોપીની જેમ બરાબર ફિટ આવી ગયું. પછી એ ત્યાં કાયમ એકલો રહેવા લાગ્યો. જાતે રસોઈ કરી લે અને એક નાની હોડી બનાવેલી તેમાં બેસીને નદીમાં સહેલગાહ કરે. શિયાળામાં બરફ જામી જાય ત્યારે તે એકલો ઘરમાં બેઠો બેઠો વાંચ્યા કરે. એમ એણે આ ટાપુ ઉપર પોતાની જિંદગી પૂરી કરી.” આ ટાપુઓમાંના એક ટાપુનું નામ “ડેવિલ્સ આઇલૅન્ડ' છે. એની ગીચ ઝાડીમાં કોઈ માણસ સંતાઈ જાય તો એને શોધવાનું મુશ્કેલ બની જાય. ઓગણીસમા સૈકાની શરૂઆતમાં બિલ જ્હોનસન નામનો એક સેનાપતિ આ ટાપુમાં સંતાઈ ગયો હતો. વાત એમ બની હતી કે કેનેડાને બ્રિટિશ હકૂમતમાંથી મુક્ત કરાવવા માટે અમુક દેશભક્ત કેનેડિયનોએ કેટલાક અમેરિકનોના સહકારથી ઈ.સ. ૧૮૩૮માં દેશભક્તોના યુદ્ધ Patriot's Warની તૈયારી કરી હતી. આ યુદ્ધની નેતાગીરી બિલ જ્હોનસન અને વિલિયમ મેકેન્ઝીએ લીધી હતી. બિલ જ્હોનસને આ નદીમાં એક બ્રિટિશ વહાણ ડુબાડી દીધું અને અંગ્રેજોને ભગાડ્યા. હવે વિજય હાથવેંતમાં હતો. આ વિજય મેળવવાના ઉત્સાહમાં તેઓ બધા આવી ગયા. વિજયકૂચની સહસ્ત્ર દ્વીપના પ્રદેશમાં એક ૨૬૫ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy