SearchBrowseAboutContactDonate
Page Preview
Page 316
Loading...
Download File
Download File
Page Text
________________ આગલી રાતે તેઓએ વિજય માટેની મિજબાની રાખી. એમાં બંને નેતાઓ બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝીએ એટલો બધો દારૂ ઢીંચ્યો કે સવારે છેલ્લું આક્રમણ કરવા તેઓ ઊઠી શક્યા નહિ. આગેકૂચ કરવા માટે સૈનિકો રાહ જોતા રહ્યા. એવામાં અંગ્રેજોનો હુમલો આવ્યો. નાસભાગ ચાલુ થઈ. વિજય પરાજયમાં ફેરવાઈ ગયો. બિલ જ્હોનસન અને વિલિયમ મૅકેન્ઝી ઊંઘમાંથી બેબાકળા ઊઠ્યા અને ભાગ્યા. એમાં મૅકેન્ઝી પકડાઈ ગયો. બિલ જ્હોનસન આ ડેવિલ્સ આઇલૅન્ડમાં ક્યાંક સંતાઈ ગયો. અંગ્રેજોનું કૅનેડા ઉપરનું શાસન ફરી વ્યવસ્થિત ચાલવા લાગ્યું. તેઓએ યુદ્ઘ ગુનેગાર બિલ જ્હોનસનને પકડવા માટે વૉરંટ કાઢ્યું પણ તે ક્યાંયથી પકડાયો નહિ. બિલ જ્હોનસન આ ટાપુની ગીચ ઝાડીમાં એક જૂના મકાનમાં સંતાઈ ગયો. કોઈને એની ભાળ મળી નહિ. એક માત્ર એની દીકરીને ખબર હતી કે પોતાના પિતા ક્યાં સંતાયા છે. તે રોજ પિતાને છાનીમાની ખાવાનું આપી આવતી. એમ કરતાં વરસ વીતી ગયું. હવે બિલ જ્હોનસન થાક્યો. છેવટે એ જાતે અંગ્રેજોને શરણે ગયો. સત્તાવાળાઓએ એની ધરપકડ કરી, પણ વાત હવે એટલી જૂની થઈ ગઈ હતી કે તેઓએ બિલ જ્હોનસનને માફી આપી અને આ ટાપુઓનો અને જલવિસ્તારનો તે ભોમિયો હોવાથી એને એક દીવાદાંડીના રખેવાળ તરીકે નોકરી આપી. બીજો એક દ્વીપ બતાવીને, લોરેન્સ નદીમાં અને એના વિસ્તારમાં બનેલી એક વિચિત્ર ઘટના વિશે ગાઇડે કહ્યું, ‘ઈ.સ. ૧૯૭૦ની આસપાસ ન્યૂ મેક્સિકોથી એક બહુ શ્રીમંત વેપા૨ી આ વિસ્તારમાં આવ્યો હતો. એનું નામ એરિક હન્ટર. જુદા જુદા જલપ્રદેશમાં જઈ માછલાં પકડવાં એ એની શૉખની પ્રવૃત્તિ હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં પોતાની હોડી લઈને આવી પહોંચ્યો. માછલાં પકડતાં પકડતાં એક દિવસ એનો વાંસડો નદીના પાણીમાં ફસાઈ ગયો. એણે ઘણું જોર કરી ઝાટકો મારી વાંસડો ખેંચ્યો તો પાણીમાંથી નીચેથી પતરાંની એક નાની પેટી ભરાઈ આવી. એને લાગ્યું કે જરૂ૨ નીચે કોઈ વહાણ ડૂબી ગયું હોવું જોઈએ. એની વાત સાચી હતી. લોઢાની પેટીમાંથી એક ડાયરી નીકળી. જર્મનીના કૅપ્ટન ગૂંથરની એ લખેલી હતી. એ ડાયરીના અહેવાલ પ્રમાણે બીજા વિશ્વયુદ્ધ વખતે કૅપ્ટન ગૂંથરને કેટલાક ખલાસીઓ અને નાવિકો સાથે જમનીએ અમેરિકા અને કૅનેડાની સરહદમાં નાની યુદ્ધનૌકા લઈને જાસૂસી ક૨વા મોકલ્યો હતો. ગુપ્ત માહિતી મેળવી એણે વાયરલેસ દ્વારા તે જર્મની પહોંચાડવાની હતી. તે સેન્ટ લોરેન્સ નદીમાં નાની યુદ્ધનૌકા લઈને ઘૂસ્યો હતો. લોરેન્સ નદીમાં આવ્યા પછી ૨૬૬ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy