SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ સંપાદકીય પ્રવાસ-દર્શનના લેખો વિશે [ પ્રવાસ-દર્શન ડૉ. રમણલાલ ચી. શાહના પ્રવાસગ્રંથો પાસપોર્ટની પાંખે-ભા. ૧, ૨, ૩માં સંગૃહીત લેખોમાંના પ્રતિનિધિરૂપ લેખોનું સંપાદન છે. તેમાં લેખકે, વિવિધ નિમિત્તે, પૃથ્વી પરના તમામ ખંડોના વિવિધ દેશોના કરેલા પ્રવાસો વિશેના લેખોનું સંકલન થયું છે. સ૨સતા, વૈવિધ્ય અને અવનવી માહિતી ઉપરાંત બધા ખંડોના દેશોનાં દર્શનીય સ્થાનોનું પ્રતિનિધિત્વ જળવાય એ દૃષ્ટિએ તેમની પસંદગી થઈ છે. લેખકની પ્રવાસલેખક તરીકેની સુરેખ છબી તેમાંથી સ્વયમેવ ઊપસે તેવું તેની પાછળનું લક્ષ્ય છે. લેખકે બીજા અનેક પ્રવાસગ્રંથો - પ્રદેશે જય વિજયના, ઑસ્ટ્રેલિયા, ન્યૂઝીલેન્ડ, રાણકપુર તીર્થ - પણ લખ્યા છે. તેમાંના પ્રથમ ત્રણ ગ્રંથોમાંના ઘણા લેખોનો સમાવેશ પાસપોર્ટની પાંખેમાં થયો છે, તેથી તે પુસ્તકોમાંથી લેખો પસંદ કર્યા નથી. રાણકપુરતીર્થની પુસ્તિકામાં લેખકે કરેલા પ્રવાસનું વર્ણન છે, પરંતુ તે ઈતિહાસ અને માહિતીપ્રધાન હોવાથી, તેમાંનો પણ કોઈ અંશ પસંદ કરાયો નથી. ઍવરેસ્ટનું આરોહણ અને ઉત્તરધ્રુવની શોધ-સફર, પ્રવાસગ્રંથને કંઈક મળતા છતાં, મુખ્યત: શોધ-સફ૨નાં ઈતિહાસ અને સંશોધનવિવેચન રજૂ કરતાં ગ્રંથો છે. તેમાં વિષય-વસ્તુનું સળંગસૂત્રી નિરૂપણ થયું હોવાથી તેમાંનો કોઈ અંશ સ્વતંત્ર લેખ ત૨ીકે પસંદ થઈ શકે તેમ નથી, એટલે તેમાંથી પણ કોઈ પ્રકરણ પ્રવાસ-દર્શનમાં લેવાયું નથી.] * પ્રવાસ-દર્શનના લેખક ડૉ. રમણલાલ ચી. શાહ ગુજરાતી ભાષા-સાહિત્યના 20 Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy