SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ તાકંદમાં (ઉઝબેકિસ્તાન) સોવિયેટ યુનિયનના આ વખતના અમારા પ્રવાસમાં પહેલો મુકામ ઉઝબેકિસ્તાનના પાટનગર તાકંદ (ઉઝબેક ઉચ્ચાર પ્રમાણે તોશ્યન્ત અથવા તાકેન્ત)માં હતો. દિલ્હીથી એર ઇન્ડિયાના વિમાનમાં સવારે લગભગ છ "વાગે અમે ઊપડ્યા. ત્રણ કલાકમાં તો અમે તાન્કંદ પહોંચી ગયા. સૂર્યોદયનો સમય થઈ ગયો હતો એટલે આખે રસ્તે અમને વિમાનની બારીમાંથી પૂર્વાકાશમાં ક્ષિતિજ ઉપર સૂર્યોદય દેખાયા કર્યો કારણ કે ભારતના સમય કરતાં તાશ્કેદનો સમય અઢી કલાક વહેલો હતો. અમારું વિમાન દિલ્હીથી ઉત્તરે હિમાલયની પર્વતમાળા ઓળંગી ઉઝબેકિસ્તાન પહોંચ્યું હતું. હજારો વર્ષથી અનુલ્લંઘનીય મનાતી હિમાલયની પર્વતમાળાને અમે એક કૂદકામાં (વિમાનમાં) ઉલ્લંઘી ગયા. દુનિયાના સર્વોચ્ચ શિખર એવરેસ્ટથી પણ ઊંચે આ અમારો કૂદકો હતો. વિજ્ઞાન કુદરત ઉપર કેવો વિજય મેળવતું રહ્યું છે ! હિમાલયની પર્વતમાળા પછી કાયઝિલકુમનું રણ દેખાયું. દુનિયાનાં મોટાં રણોમાંનું આ એક રણ છે. ચારે બાજુ સેંકડો માઈલ સુધી નાનામોટા ડુંગરો પર પથરાયેલી સૂકી રેતાળ ધરતી વિમાનમાંથી દેખાતી હતી. અરબી સમુદ્ર, હિંદી મહાસાગર અને બંગાળના ઉપસાગરમાંથી આવતાં વાદળાં વરસતા વરસતાં છેલ્લે બધાં જ હિમાલયમાં વરસી જાય છે. પરિણામે હિમાલયની પાછળની ઉત્તરની બાજુ વરસાદનું નામનિશાન ન મળે. લીલા ૮૪ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy