SearchBrowseAboutContactDonate
Page Preview
Page 383
Loading...
Download File
Download File
Page Text
________________ એટલી બધી રાજી થઈ જશે કે વાત ન પૂછો !' અમારી બસ આગળ ચાલી. એક સ્થળે ઊભી રહી. ત્યાં ગરમ પાણીનું નાનું તળાવ હતું. નીલા રંગના ધગધગતા પાણીમાંથી વરાળના ગોટેગોટા સતત નીકળતા હતા. એના પાણીનું તાપમાન એટલું બધું છે અને તળાવ એટલું બધું ઊંડું છે કે એનું માપ કોઈ કાઢી શક્યું નથી. એટલા માટે એનું Bottomless Pond (અતળ તળાવ) એવું નામ પડી ગયું છે. એના કિનારે કેટલાક માઓરી લોકો અનાજનો કોથળો પાણીમાં ડુબાડી તે સીઝવતા હતા. અમે બીજા એક સ્થળે ગયાં. ત્યાં એક ખડક હતો જેનું નામ હતું Boxing Gloves. જવાળામુખી જ્યારે ફાટ્યો હશે એને ધગધગતો લાવારસ ઊછળી ઊછળીને ઠરવા લાગ્યો હશે ત્યારે આ સ્થળે એવી આકૃતિ થઈ ગઈ છે કે જાણે બૉક્સિંગની રમત માટેનાં રબરનાં જાડાં મોટાં મોજાં ન હોય ! બીજા એક સ્થળે એક સાવ નાનું ખાબોચિયું હતું. એમાં પાણી નહોતું પણ ભીનો કાદવ હતો. કાદવ ખદબદતો હતો. મોટા મોટા પરપોટા દેખાતા અને કાદવ ઊંચોનીચો થયા કરતો હતો. નીચેથી નીકળતા ગરમ પાણી અને જોરદાર પવનને લીધે ખદખદતા કાદવના લોંદા થોડા ઊંચે ઊછળી જરાક આઘે જઈને પડતા. આવા ઊછળતા લોંદા તે જાણે દેડકાં કૂદતાં ન હોય એવા લાગતા હતા. એનો રંગ પણ દેડકાના રંગ જેવો હતો. એથી એ ખાબોચિયાનું નામ Frog Pond પડી ગયું છે. રોટરુઆમાં ધરતીના પેટાળમાં ગંધકવાળું ગરમ પાણી છે અને ગેસ છે. પરંતુ વરસાદ પડવાને લીધે અહીં ધરતીની ઉપર ઠંડા પાણીનું એક છીછરું ઝરણું વહે છે. એનું પાણી કાચ જેવું પારદર્શક છે. ઠંડા પ્રદેશોમાં ગરમ પાણીનાં ઝરણાં કે કુંડ પવિત્ર મનાય છે. અહીં લાવારસના પ્રદેશમાં ઠંડા પાણીનાં ઝરણાંનો મહિમા મોટો છે. આ ઝરણાંના પુલ ઉપરથી પસાર થતા લોકો પાણીમાં સિક્કા નાખતા જાય છે. આવા સિક્કા લેવા માટે મારી લંગોટિયા છોકરાઓ પાણીમાં રહે છે અને સિક્કો પડે કે તરત તે લેવા માટે ડૂબકી મારે છે. અમે પણ ત્યાં પહોંચીને સિક્કા નાખ્યા. જ્યોને કહ્યું, “આ છોકરાઓના ગાલ તમે જોયા ? કેટલા ફૂલેલા છે ? એનું કારણ ખબર છે ? એનું કારણ એ છે કે રોજ સવારથી સાંજ સુધી જેમ જેમ સિક્કા મળતા જાય તેમ તેમ તરત તેઓ સાચવવા માટે તેને મોઢાના ગલોફામાં મૂકીને ભરાવી રાખે છે.” મેં કહ્યું, “અમારા ભારતમાં કેટલાંક તીર્થસ્થળોમાં વાંદરાઓ આ રીતે વધારાનું ખાવાનું ગલોફામાં ભરાવી રાખે છે. એટલે એમના ગાલ પણ એવા રોટોઆ ૩૩૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy