SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ સારું છે કે તડકો છે. નહિ તો કેટલી દુર્ગધ મારે !” બીજા એકે કહ્યું. મળવિસર્જનનાં દશ્યો જોઈને અમે અનુભવેલી અપ્રસન્નતા બૌદ્ધ મંદિરમાં દાખલ થતાં જ ઓછી થઈ ગઈ. “કેહ લોક સી'નું બૌદ્ધ મંદિર એક સૈકાથી વધુ જૂનું છે, પરંતુ એના પેગોડાનું બાંધકામ વીસમી સદીના આરંભનું છે. જૂના વખતમાં બે ચીની બૌદ્ધ સાધુઓ પોતાના ઘણા અનુયાયીઓ સાથે પિનાંગ આવેલા. તેઓએ અહીં ડુંગર ઉપર બૌદ્ધ મંદિર બાંધવાની ભાવના દર્શાવેલી. એક ચીની શ્રીમંત વેપારીએ પોતાની વિશાળ જગ્યા ભેટ તરીકે આપી. એમાં આ બૌદ્ધ મંદિરનું નિર્માણ થયું. વખત જતાં ભક્તોની અવરજવર વધતાં આશરે સો ફૂટ ઊંચું, સાત માળ જેવી રચનાવાળું પેગોડાના પ્રકારનું પથ્થરનું આ મંદિર બાંધવામાં આવ્યું. ભગવાન તથાગતના મંદિર તરીકે જાણીતા આ નવનિર્મિત મંદિરનું ઉદ્દઘાટન ૧૯૩૦માં થયું હતું. મંદિરની અંદરની અને બહારની ભવ્યતા યાત્રિકોનાં મન હરી લે એવી છે. બૌદ્ધ મંદિર જોઈ અમે પાછા ફર્યા. ગાઇડે કહ્યું કે “કંઈક યાદગીરી (સોવેનિ૨) તરીકે કોઈક ચીજવસ્તુ ખરીદવી હોય તો અહીં દુકાનોમાં સરસ મળે છે.' અમે એક દુકાને પહોંચ્યા. પહોંચતાં જ અમારામાંના એકે દુકાનદારને ફરિયાદ કરી, “તમારી દુકાન સામે લોકો મળવિસર્જન કરી જાય છે એને તમે કેમ ચલાવી લો છો ?' અમારી નજર સામે થોડા કોઈ કરવા બેસે છે ? એ તો વહેલા આવીને કરી જતા હશે. ઉતાવળ હોય તો જ કરતા હશે ને ?' તમારે પોલીસમાં ફરિયાદ કરવી જોઈએ.' અમારે કંઈ ફરિયાદ કરવી નથી. એથી કંઈ વળવાનું નથી. ઊલટાનું ફરિયાદ ન કરવાથી અમને ફાયદો છે.' ફાયદો ? કેવી રીતે ? અમારી મજાક તો નથી કરતા ને ?' ના; ફાયદો એટલા માટે કે આ નિમિત્તે પ્રવાસીઓ અમને ફરિયાદ કરવા આવે છે અને પછી અમારા સોવેનિરમાંથી કંઈક ને કંઈક ખરીદી જાય છે.' અમે સોવેનિરો જોવામાં મગ્ન બન્યા. ત્યાં દુકાનદારે કહ્યું, “અમારી પાસે એવી વસ્તુ પણ છે કે જે દુનિયામાં તમને ક્યાંય જોવા નહિ મળે.' એવી તે કઈ વસ્તુ છે ? અમને બતાવો ને ?' દુકાનદારે એક મોટા બોક્સમાંથી કાઢીને પાંચ વસ્તુઓ કાઉન્ટર પર મૂકી દીધી. પિનાંગ ઃ ૧૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy