SearchBrowseAboutContactDonate
Page Preview
Page 50
Loading...
Download File
Download File
Page Text
________________ સુપ્રસિદ્ધ બૌદ્ધ મંદિર જોવા માટે ટૅક્સીમાં પહોંચ્યા. અમારો ટૅક્સી ડ્રાઇવર અમારો ગાઇડ પણ હતો. ટેકરી પર ચડવા માટે પગથિયાં પણ બનાવ્યાં હતાં. અમે થોડેક ગયા ત્યાં એક તળાવ આવ્યું. કાચબાના તળાવ તરીકે એ જાણીતું છે. એમાં જેટલા જોવા મળ્યા એટલા બધા કાચબા એક તળાવમાં જ્વલ્લે જ જોવા મળે. આ તળાવની વિશિષ્ટતા એ છે કે આ બધા જ કાચબા જીવતદાન પામેલા છે. કાચબાનું આ ‘નિર્ભય તડાગ' છે. જૈન ધર્મની જેમ બૌદ્ધ ધર્મ પણ અહિંસાને વરેલો છે. જીવ છોડાવવાની પ્રવૃત્તિ બૌદ્ધ ધર્મમાં પણ છે. ધર્મપ્રેમી દયાળુ માણસો કોઈક કાચબાને છોડાવી આ તળાવમાં મૂકી શકે છે. એ રીતે કાચબાની સંખ્યા અહીં વધતી જ રહે છે. વળી કાચબાનું આયુષ્ય પણ ઘણું લાંબુ હોય છે. કેટલાક લોકો કાચબાની નક્કર પીઠ ઉપર પોતાનું નામ અને તારીખ કોતરાવે કે રંગાવે છે કે જેથી પોતાના વંશવારસોને કોઈક વાર કદાચ એ વાંચવા મળે. કાચબાની જેમ બીજા એક તળાવમાં માછલીઓ છે. એને મારવા પર પણ પ્રતિબંધ છે. લોકો કાચબા અને માછલીઓને ખાવા માટે કંઈક વાનગીઓ નાખતા હોય છે. અમે આગળ ચાલ્યા. અમારા ગાઇડે કહ્યું, “મહેરબાની કરીને રસ્તાની વચમાં ચાલજો, જેથી તમારા પગ બગડે નહિ.” અમે જોયું તો રસ્તામાં એક કિનારે ક્યાંક ક્યાંક લોકોએ શૌચક્રિયા કરેલી દેખાતી હતી. અમે મોઢું ફેરવી લીધું. આવા પવિત્ર તીર્થસ્થળે પણ લોકો ગંદકી કરતાં અચકાતા નથી.' અમારામાંના એક ટકોર કરી. લોકોને શરમ નહિ આવતી હોય ? સામે આ દુકાનવાળા પણ કંઈ નહિ બોલતા હોય ?” બીજાએ કહ્યું. લોકોની અસંસ્કારિતાની તે કંઈ હદ હોય કે નહિ ?' વળી કોઈકે પોતાનો આક્રોશ ઠાલવ્યો. તમે બીજાની ટીકા કરો છો, પણ આપણા ભારતમાં પણ ઠેર ઠેર જાહેર રસ્તા પર કે રેલવેના પાટા આગળ લોકો રોજેરોજ લોટો કે ડબલું લઈને ક્યાં નથી બેસતા ?” બીજાએ જવાબ આપ્યો. એશિયાના ગીચ વસ્તીવાળા અને ઓછી સુવિધાવાળા ગરમ દેશોમાં હજારો વર્ષથી ખુલ્લામાં જવાની પ્રથા ચાલી આવે છે, પણ આવા તીર્થસ્થળમાં માણસે વિવેક વાપરવો જોઈએ,' કહ્યું. ૧૬ - પ્રવાસ-દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy