SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ એ જોઈને અમે તત્પણ સ્તબ્ધ થઈ ગયા, ડઘાઈ જ ગયા. શી હતી એ વસ્તુ ? જિંદગીમાં ક્યારેય જોઈ ન હોય અને છતાં રોજ જોઈ હોય એવી એ વસ્તુ હતી. એ હતી મળવિસર્જનની - વિસર્જિત મળની પ્રતિકૃતિ, રબરપ્લાસ્ટિકની બનાવેલી. ઘેરા પીળા, લીલાશ પડતા પીળા, ઘેરા બદામી, આછા રાખોડી કે એવા બીજા કોઈ રંગની જુદા જુદા આકારની એ પ્રતિકૃતિઓ એટલી બધી આબેહુબ બનાવેલી હતી કે જાણે સાચી જ લાગે. એ જોઈને કોઈ પણ માણસ અવશ્ય છેતરાઈ જ જાય. એ વસ્તુ હતી તો રમકડાં જેવી, પણ આપણને તેની સામે જોતાં પણ ચીતરી ચડે. દુકાનદારને એ હાથમાં લેતાં કશી ચીતરી નહોતી ચડતી, કારણ કે એનો રોજનો વ્યવસાય હતો. તો પછી તમારી દુકાનની સામે છે એ બધી નકલી આકૃતિ છે ?' અમે પૂછયું. “હા જી, અમે પોતે જ સવારના દુકાન ખોલતી વખતે સામે રસ્તા પર એ મૂકી દઈએ છીએ.” “પણ તમારી આ સૂગ ચડે એવી વસ્તુ ખરીદે કોણ ?' જેને સૂગ ચડે તે ન લઈ જાય, પરંતુ બીજા લઈ જાય છે. કોઈને મૂર્ખ બનાવવા, કોઈને ભડકાવી દેવા, પ્રેક્ટિકલ “જોક' માટે યુવાનો, નાનામોટા છોકરાઓ આ વસ્તુ ઘણી લઈ જાય છે. કોઈ બેઠું હોય એની બાજુમાં આ મૂકી દેવાથી માણસ તરત ઊભો થઈ જાય. ટ્રેનમાં, બસમાં કે કોઈ સભામાં ભીડ હોય ત્યારે સિફતથી આ મૂકી દઈને પછી બીજાને ઉઠાડી જગ્યા મેળવી શકાય છે. એપ્રિલફૂલ માટે ટપાલમાં સરસ પૅકિંગ કરીને રવાના કરી શકાય છે. કોઈ અભિમાની માણસનું અભિમાન ઉતારી શકાય છે.' દુકાનદારે એના ઉપયોગો દર્શાવ્યા, પણ અમે કોઈએ તે વસ્તુ ખરીદી નહિ; ખરીદી શક્યા નહિ. અપરસને માણવાવાળા લોકો પણ દુનિયામાં હોય છે એ જાણી આશ્ચર્ય અનુભવ્યું. અમે બીજાં કેટલાંક સોવેનિર ખરીદ્યાં, જગતમાં કેટલીક વસ્તુઓ, વાતો અને કાર્યો નિષિદ્ધ (Taboo) ગણાય છે, પરંતુ તેમાં પણ ભિન્ન ભિન્ન પ્રજા વચ્ચે તેનું ભિન્ન ભિન્ન પ્રમાણ હોય છે. દરેક પ્રજાની સંસ્કારિતાની પારાશીશી એકસરખી નથી હોતી. (પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન) ૧૮ : પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy