________________
કવાઈ નદીના કિનારે
(થાઇલેન્ડ)
વર્ષ ૧૯૭૭નું હતું. અમે કેટલાક મિત્રો થાઇલૅન્ડના પ્રવાસે ગયા હતા. ત્યારે એ દેશનો એટલો વિકાસ થયો નહોતો. થાઇલેન્ડનું મૂળ પ્રાચીન નામ તે સિયામ. એક જમાનામાં ભારતીય ધર્મ અને સંસ્કૃતિનો પ્રચાર અને પ્રભાવ ઠેઠ સિયામથી પણ આગળ પહોંચ્યો હતો. સિયામનાં બૌદ્ધ મંદિરો જોતાં આ વાતની ખાતરી થયા વગર રહે નહિ. થાઇલેન્ડના પાટનગર બેંગકોકમાં અમે હોટેલ ઇન્ટર-કોન્ટિનેન્ટલમાં ઊતર્યા હતા. અમે શહેરનાં જોવાલાયક સ્થળો ઉપરાંત પ્રાચીન નગરી અયુગ્ગા (અયોધ્યા), પત્તયા, તરતી બજાર વગેરે જુદે જુદે સ્થળે ફરી લીધું હતું. હવે ક્યાં ફરવા જવું એનો વિચાર કરતા હતા ત્યાં અમારા ટેક્સી ડ્રાઇવરે પ્રસ્તાવ મૂક્યો કે “સર, કવાઇ નદીનો પુલ જોવો છે ?”
અમારો ટેક્સી ડ્રાઇવર જ અમારો ભોમિયો હતો. તે મોટી ઉંમરનો, ભલો અને ઘણી વાતોનો જાણકાર હતો. તે ઇંગ્લિશ બોલતો હતો, પણ ભાંગ્યુંતૂટ્યું. એના ઉચ્ચારો લાક્ષણિક થાઈ ઉચ્ચારો જેવા હતા. એની સાથે ઇંગ્લિશમાં થતી વાતચીતમાં વ્યાકરણની ભૂલો તરફ નજર ન કરીએ તો એના વક્તવ્યનું હાર્દ સમજાય એવું હતું. હાથમોઢાના ઇશારા પણ એમાં મદદરૂપ થતા.
કવાઈ નદીનું નામ સાંભળતાં જ મેં પૂછ્યું, “કઈ કવાઈ નદી ? પેલું બહુ સરસ ચલચિત્ર આવ્યું હતું - The Bridge on the River Kwai - એ કવાઈ નદી ?”
કવાઈ નદીના કિનારે જ ૧૯
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org