SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ કિએવનો ગાઇડ વિકટર (યુક્રેઈન) પૂર્વ યુરોપમાં કાળા સમુદ્રના કિનારે આવેલા યુક્રેઇન રાજ્યનું પાટનગર કિએવ (Kiev) દુનિયાનાં કેટલાંક રમણીય નગરોમાંનું એક છે. ઈ.સ. ૧૯૮૦માં સોવિયેટ યુનિયનના પ્રવાસ દરમિયાન અમે કિએવ પણ જવાના હતા. મૉસ્કોનો કાર્યક્રમ પૂરો થતાં રાત્રે ટ્રેનમાં બેસી બીજે દિવસે સવારે અમે કિએવ પહોંચી ગયા. મૉસ્કોથી અમારી સાથે આવેલા બે ગાઇડની ફરજ હવે પૂરી થઈ. માટે બીજા બે ગાઇડ એક યુવક અને એક યુવતી અમને લેવા આવી પહોંચ્યાં હતાં. મૉસ્કોના ગાઇડે નવા બંને ગાઇડનો અમને પરચિય કરાવ્યો અને પોતાની ફરજ પૂરી થતી હોવાથી અમારી વિદાય લીધી. અમારા પ્રવાસનું આયોજન સોવિયેટ યુનિયનની મુખ્ય ટૂરિસ્ટ એજન્સી ઇનટૂરિસ્ટ દ્વારા થયું હતું. મૉસ્કોના બંને ગાઇડની જેમ અહીં પણ યુવકે ઘેરા લાલ રંગનું શર્ટ અને નીચે આછા બદામી રંગનું પેન્ટ પહેર્યું હતું. યુવતીનું પણ એ પ્રમાણે ઉપરનું વસ્ત્ર લાલ રંગનું અને નીચેનું સ્કર્ટ આછા બદામી રંગનું હતું. લાલ રંગ એવો છે કે ઘણે દૂરથી પણ જોઈ શકાય. સ્વેચ્છાએ બહુ ઓછા લોકો આવા ધેરા લાલ ડકરંગનું વસ્ત્ર પહે૨વાનું પસંદ કરે. પરંતુ સોવિયેટ યુનિયનમાં ફરજ ઉપર રહેલા કર્મચારીએ તો પોતાની કંપની કહે તે પ્રમાણે વસ્ત્રપરિધાન કરવાનું રહેતું. સ્ટેશનમાંથી અમે ગાઇડની પાછળ પાછળ બહાર નીકળ્યા. અહીં ૧૪૨ * પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy