________________
કરી. સાંજ થઈ ગઈ હતી. પણ ઉનાળાના દિવસો હતા એટલે હજુ સૂર્યાસ્ત થયો નહોતો.
ધીમે ડગલે અમે અમારી ગાડી તરફ આગળ વધતા હતા. ત્યાં અમારામાંથી એકે કહ્યું, ‘લાલભૂરા રંગનું ત્યાં કેવું સરસ મિલન જામ્યું છે !'
બોલનાર શું કહેવા માગે છે એ તરત ન સમજાયું, પણ પછી જોતાંવેંત એ સ્પષ્ટ થઈ ગયું કે લાલભૂરા રંગનું મિલન એટલે પેલી દુકાનદાર યુવતી અને રખેવાળનું મિલન.
બસની રાહ જોવાના સમયનો સદુપયોગ સારો શોધી કાઢયો છે !' એકે કટાક્ષમાં કહ્યું
બીજાએ પોતાનો પ્રતિભાવ દર્શાવતાં કહ્યું, “પોતાની દીકરીની દીકરી જેવડી છે, પણ અહીંના લોકોને જાહેરમાં આવી રીતે બેસતાં સંકોચ ન થાય.”
અમારી ગાડી લંડન તરફ ચાલી. મેં કહ્યું, “પાષાણયુગ હોય કે અર્વાચીન યુગ, આદિમાનવ હોય કે અદ્યતન, મનુષ્યની પ્રાકૃતિક સંવેદનાઓ બધે જ એકરારખી હોય છે.'
સ્ટોનહેજ એ ઇંગ્લેન્ડને ગૌરવ અપાવે એવું પ્રાગૈતિહાસિક કાળની પ્રજાનું ભવ્ય સ્મારક છે.
(પાસપોર્ટની પાંખે-૨ : ઉત્તરાલેખન)
સ્ટોનહેન્જ = ૧૪૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org