________________
કેટલાક લોકો મધ્યાહ્ન ભોજન બપોરના બાર કે એક વાગે નહિ, પણ સાંજના સાડાચાર-પાંચ વાગે લે છે. કેટલાંક મુસલમાન કુટુંબોમાં સાંજનું વાળ રાતના દસ-અગિયાર-બાર વાગે લેવાય છે. રમઝાનના દિવસો બહુ આકરા ન લાગે માટે તો આવી ભોજનપ્રથા નહિ પ્રચલિત થઈ હોય ને ?
ખાટુંમમાં આશરે સવાસો જૈન કુટુંબો છે. અમારા આગમનના સમાચાર મળતાં જ મિલન-વ્યાખ્યાનના કાર્યક્રમો ગોઠવાઈ ગયા હતા. ત્યાંના લોકોએ પહેરવેશ, ભાષા, રહેણીકરણી, રીતરિવાજ, ધર્મસંસ્કાર ઇત્યાદિમાં પોતાનું મૂળ સાચવી રાખ્યાં છે એ જોઈને આનંદ થયો.
ખાટ્મમાં કામકાજ પૂરું થતાં અમારે નાઇરોબી પાછા ફરવાનું હતું. ફ્લાઇટ રાતના ત્રણ વાગ્યાની હતી, પરંતુ મોડી રાતે નીકળવાનું સલાહભર્યું નહોતું. એટલે અમે ઍરપૉર્ટ પર બહુ વહેલા જઈને બેસી ગયા હતા. નાનું ઍરપૉર્ટ, ગિરદીનો પાર નહિ, કાર્યદક્ષતા ઓછી અને સામાન ચોરાતાં વાર નહિ. વિમાનમાં પોતાની બેઠકમાં બેસતાં સુધીમાં કોઈ ગૂંચ ઊભી ન થઈ એનો રાહતભર્યો આનંદ પણ અમને ઓછો નહોતો !
(પાસપોર્ટની પાંખે-૩)
ખાટ્મ જ ૨૧૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org