SearchBrowseAboutContactDonate
Page Preview
Page 254
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૯ બુજુબુરા (બુરુંડી) સ્થાનિક ભિન્ન ભિન્ન જાતિઓ વચ્ચેની હિંસક અથડામણો ઠેઠ પ્રાચીન કાળથી થતી આવી છે. એને રોકનાર કોઈ સબળ સત્તા ન હોય તો દીર્ધકાળ કલેઆમની પરંપરા ચાલે છે અને ભારે નરસંહાર થાય છે. એમાં જયપરાજય જેવું ઓછું હોય છે. બંને જાતિઓ છેવટે થાકીને જંપી જાય છે. વખતોવખત આવી યાદવાસ્થળીઓ ક્યાંક ને ક્યાંક થતી રહે છે. વર્તમાન કાળમાં આવી એક યાદવાસ્થળી મધ્ય આફ્રિકાનાં રવાન્ડા અને બુરુંડી રાજ્યની બે આનુવંશિક જાતિઓ વચ્ચે ચાલી અને પાંચેક વર્ષમાં પાંચ લાખથી વધુ માણસોની કલ્લેઆમ થઈ. તેમની આશરે પાંચ ટકા જેટલી વસ્તી ઓછી થઈ ગઈ. આ બે જાતિઓ તે વાતુસી (અથવા તુસી કે તુસ્સી) અને વાહતુ (અથવા હત). ત્યાં બાટવા નામની ઢિંગુજીની જાતિ પણ છે, પરંતુ વૈમનસ્ય તુસી અને હુતુ લોકો વચ્ચે છે. તુસી લોકો કાળા, ઊંચા અને બુદ્ધિશાળી છે. હુતુ લોકો કાળા, ઠિંગણા અને સાધારણ બુદ્ધિશક્તિવાળા છે. તુસી લોકો હોશિયાર, શ્રીમંત અને વેપારધંધામાં આગળ વધેલા છે. રાજકારણમાં તેઓ સક્રિય છે. હુત લોકો ગરીબ છે, ખેતી કરે છે અને ગાય-ઘેટાં ઉછેરે છે. આપણને પ્રથમ દૃષ્ટિએ બંને જાતિના લોકો સરખા લાગે, પણ કોઈક એમની શારીરિક લાક્ષણિકતાઓનો પરિચય કરાવે તો મહાવરાથી આપણે ઓળખી શકીએ કે અમુક માણસ તુસી છે કે હુતુ. તેઓમાંના કેટલાક પોતાનો આદિવાસી ધર્મ પાળે છે. કેટલાક ૨૧૨ = પ્રવાસ-દર્શન For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy