________________
ઇસ્લામ ધર્મના અનુયાયી છે અને ખ્રિસ્તી મિશનરીઓના ધર્મપ્રચાર પછી ઘણા ખ્રિસ્તી થઈ ગયા છે. અલબત્ત, તેઓનાં લોકનૃત્યો, રીતરિવાજ ઇત્યાદિ સરખાં જ રહ્યાં છે.
રવાન્ડા અને બરંડીમાં આશરે સિત્તેર ટકા લોકો હત છે, પરંતુ વેપારઉદ્યોગ, રાજ્યવહીવટ વગેરેમાં વર્ચસ્વ તુસી લોકોનું છે. હુતુ લોકો ઠંડા છે, પણ વીફરે ત્યારે અત્યંત નિર્દય બની શકે છે. કેટલાક વખત પહેલાં બુરુંડીમાં ચૂંટણીમાં જીતીને પ્રમુખ થનાર હતુ નેતાનું કોઈક તુસીએ ખૂન કર્યું ત્યારે ઝનૂને ભરાયેલા હુતુ લોકોએ પાંચછ દિવસમાં પચાસ હજાર તુસી લોકોને મારી નાખ્યા હતા.
- બુરુંડી એની કૉફી માટે જગતમાં સુવિખ્યાત છે, પણ નરસંહાર માટે તે એટલું જ કુખ્યાત છે. બંને જાતિની આ સંહારની લીલામાં બીજો એક વિચાર પણ દૃઢ થયેલો છે કે, “મારી નાખવાની તક ન મળે તો માણસને
જીવનભર દુઃખી કરી નાખો, એના એક અથવા બંને પગ કાપી નાખો.' વળી, પોતાના વિસ્તારમાં દુશમનોને આવતા રોકવા માટે તેમણે ઠેર ઠેર જમીનમાં સુરંગો ગોઠવેલી છે. આ સુરંગો (Land mines)ને કારણે હજારો લોકો જખી થયા છે અને પોતાના પગ ગુમાવ્યા છે. બુરુંડીમાં પગે અપંગ હોય એવા એક લાખથી વધુ માણસો છે.
તુસી અને હત લોકોની આ સંહારલીલા અટકાવવા માટે દક્ષિણ આફ્રિકાના નેલ્સન મંડેલાએ દરમિયાનગીરી કરીને, બંને જાતિના નેતાઓને સમજાવીને સુલેહ કરાવી છે અને શાંતિ-સંરક્ષણ માટે પોતાના આફ્રિકન સૈનિકો આપ્યા છે. ત્યારથી આ આંતરવિગ્રહ ઠંડો પડ્યો છે, પણ અચાનક ક્યારેક નાનું મોટું છમકલું થતું રહે છે.
અમારે બુરુંડી (જૂનું નામ ઉરુંડી)ના પાટનગર બુજુબુરા (જુનું નામ ઉજુબુરા) જવું હતું, પરંતુ જ્યાં સુધી સ્થાનિક પરિચિત વ્યક્તિ તરફથી લીલી ઝંડી ન મળે ત્યાં સુધી ત્યાં જવું સલામતીભર્યું ન ગણાય. અમારા મિત્ર, ભારતના નાગરિક, બે દાયકાથી ત્યાં જઈને વસેલા દવાના વેપારી, રોટેરિયન રોનાલ્ડ રસ્કિના તરફથી સંમતિ મળતાં અમે બુજુબુરા જવાનો કાર્યક્રમ ગોઠવ્યો. મારા મિત્રો રોટેરિયનો મહેન્દ્રભાઈ મહેતા અને મનુભાઈ સંઘરાજકાએ, પોતાના ટ્રસ્ટ “હેલ્પ હેન્ડિકેપ ઇન્ટરનેશનલ'ના ઉપક્રમે, અમેરિકા, કેનેડા, મુંબઈ અને બુજુબુરાની રોટરી કલબના સહયોગથી, બુરુંડીના વિકલાંગ માણસોને મફત “જયપુર ફૂટ’ બેસાડી આપવા તથા અન્ય સાધનો આપવા બુજુબુરામાં માનવતાભર્યું કાર્ય ઉપાડ્યું છે અને
બુજુબુરા = ૨૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org