________________
એનો અમને અને એ વેપારીને બહુ આનંદ થયો. ઘણાં વર્ષોથી તેઓ પનામાં જઈને વસેલા છે. સંજોગોવશાત્ તેઓ ક્યારેય ભારત પાછા આવી શક્યા નથી, પરંતુ ભારત તેમને વારંવાર યાદ આવ્યા કરે છે. એમણે અમારે માટે ઠંડું પીણું મંગાવ્યું અને પનામામાં ક્યાં ક્યાં ફરવા જેવું છે તે સમજાવ્યું.
પનામામાં નેશનલ થિયેટર, સ્ટેડિયમ, ડિપાર્ટમેન્ટલ સ્ટોર્સ, ચર્ચ, સિનેગોગ વગેરે સ્થળોએ ફરીને અમે પાછા ફર્યા. અમારી ફલાઇટ તો મધરાત પછી હતી એટલે કોઈ ઉતાવળ નહોતી. અમારો ટૅક્સી-ડ્રાઇવર પણ સારો હતો. એણે અમને નિરાંતે બધે ફેરવ્યાં.
- સાંજે સાતેક વાગે અમે ઍરપોર્ટ ઉપર આવી પહોંચ્યાં. જેવી ટૅક્સી ઊભી રહી કે તરત બીજા ટૅક્સી-ડ્રાઇવરે આવીને અમારા ટૅક્સી-ડ્રાઇવરને સ્પેનિશમાં કંઈક કહ્યું. વાતચીત પરથી એમ સમજાવ્યું કે બીજા કોઈ ઘરાક તૈયાર છે અને એમને અંગ્રેજી બોલનાર ટેક્સી-ડ્રાઇવર જોઈએ છે. પોતે જો એ ઘરાકની સાથે ઝટ નક્કી નહિ કરી લે તો બીજો કોઈ ટૅક્સી-ડ્રાઇવર તેમને લઈ જશે. એટલે એણે અમે જેવાં ટૅક્સીમાંથી ઊતર્યો કે તરત બીજા ઘરાક સાથે ઝટપટ ઠરાવીને ટૅક્સીમાં બેસાડી દીધાં, એણે અમારી સાથે હવે પૈસાની ઉતાવળ કરવા માંડી. એના અવાજમાંથી હવે વિનય અદૃશ્ય થઈ ગયો હતો. અમે ટ્રાવેલર્સ ચેક આપ્યો. એણે લેવાની ના પાડી. કહ્યું, “અત્યારે હવે ઍરપૉર્ટની બેંક બંધ થઈ ગઈ. હું એના રોકડા કરાવવા ક્યાં જાઉં ?'
- જે એનો પ્રશ્ન હતો તે અમારો પણ પ્રશ્ન હતો. એણે ટ્રાવેલર્સ ચેક લેવાનું સવારે કબૂલ રાખ્યું હતું તે અમે યાદ કરાવ્યું, એટલે એ મૂંઝાયો. પરંતુ નવા ઘરાકને મોડું થતું હતું એટલે એનો મિજાજ બદલાયો. સવારે અમે તો શરત કરી જ હતી, છતાં હવે અમારે બીજો કંઈક રસ્તો શોધવો રહ્યો. હું દોડ્યો એરપોર્ટની જુદી જુદી દુકાનોમાં. છેવટે એક દુકાનદારે કંઈક ખરીદવાની અને ઘણો ઓછો ભાવ આપવાની શરતે ટ્રાવેલર્સ ચેક લેવાની હા પાડી. અમારે તો છૂટકો જ નહોતો. થોડી ચોકલેટ લીધી. ચેક વટાવીને એસ્કેલેટર ઉપર હું નીચે ઊતરતો હતો. મને જોઈને ટૅક્સી-ડ્રાઇવર તરત મારી પાસે દોડતો આવી પહોંચ્યો. મેં એના ડૉલર ચૂકવ્યા. લઈને એ તરત ભાગ્યો. પરંતુ ત્યાર પછી એરપૉર્ટમાં નવા ઘરાક માટે આંટા મારતો તે દેખાયો. અમે પૂછ્યું તો કહ્યું કે ટૅક્સીમાં બેસાડેલા એના ઘરાક બીજા કોઈકની ટૅક્સીમાં ચાલ્યા ગયા હતા.
એરપોર્ટમાં અમે લગભગ ઘણાં વહેલાં આવી પહોંચ્યાં હતાં. અમારે માત્ર સમય પસાર કરવાનો રહ્યો હતો. અમે ઍરપૉર્ટમાં પહેલે અને બીજે
૨૮૦ ૪ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org