SearchBrowseAboutContactDonate
Page Preview
Page 365
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ કુરાસાઓ (ધર્લૅન્ડ એન્ટાઈલીઝ - દ. અમેરિકા) કુરાસાઓ (Curacao - કુરાસાઉ' પણ બોલાય છે) નું નામ દુનિયાની પોણા ભાગની વસતિએ તો સાંભળ્યું પણ નહિ હોય. અમે પણ કુરાસાઓનું નામ પહેલી વાર સાંભળ્યું વેસ્ટ ઈન્ડિઝમાં ટ્રિનિદાદના મુખ્ય શહેર પૉર્ટ ઓફ સ્પેનની પાન-અમેરિકન ઍરલાઈન્સની કચેરીમાં. વેનેઝુએલાનો ટ્રાન્ઝિટ વિસા અમને ન મળ્યો એટલે અમારે કુરાસાઓ જઈને ત્યાંથી પનામા જતું વિમાન પકડવું પડે એવા સંજોગો અચાનક ઊભા થયા હતા. “કરાસાઓ ક્યાં આવ્યું ?' પાન-અમેરિકનની યુવતીને મેં પૂછયું. એણે કેરેબિયન સમુદ્રનો નકશો કાઢી એમાં વેનેઝુએલાની ઉત્તરે એક ટપકું બતાવીને કહ્યું, “આ રહ્યું કુરાસાઓ. એ એક નાનકડો ટાપુ છે.” ત્યાં વીસાની જરૂર નથી ?' “ના. જ્યાં વિસાની જરૂર ન પડે એવા સ્થળની ફ્લાઈટ જ તમે હવે પકડી શકો એમ છો. અહીં નકશામાં જે પાંચ-છ ટપકાં આજુબાજુમાં દેખાય છે એ બધા ડચ ટાપુઓ છે. કુરાસાઓ, અરૂબા, બોનેઈ૨, સાલા વગેરે Netherland Antilles - ડચ દ્વીપસમુદ્ર - તરીકે ઓળખાય છે. તેમાં મુખ્ય ટાપુ કુરાસાઓ છે. ત્યાં વિસાની જરૂર નથી. ત્યાં કાયમી વસવાટ માટે કોઈ જાય તો ઊલટાંની એની સરકાર રાજી થાય એમ છે. પણ એવા વેરાન ટાપુમાં જવા તૈયાર કોણ થાય ?' કુરાસાઓ ઃ ૩૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy