SearchBrowseAboutContactDonate
Page Preview
Page 225
Loading...
Download File
Download File
Page Text
________________ ૨પ વાઇકિંગના વારસદારો (આઇસલૅન્ડ) ઇંગ્લેન્ડની ઉત્તરે, લંડનથી લગભગ હજારેક માઈલ દૂર, ઉત્તર ઍટલાન્ટિક મહાસાગરમાં આવેલા ટાપુ આઇસલેન્ડના પાટનગર રેડ્યાવિકમાં અમે હોટેલ લેઈક્ર આઈરિક્સનમાં ઊતર્યા હતા. એક દિવસ અમે રેશ્યાવિકથી લગભગ પંચોતેર માઈલ દૂર ઈશાન દિશામાં આવેલો ગલફોસ નામનો ધોધ જોવા જવાનો કાર્યક્રમ રાખ્યો હતો. એ માટે અમે એક સ્થાનિક કંપનીની ટૂરમાં જોડાયા હતા. સમય અનુસાર અમે એ ટ્રાવેલ કંપનીની બસમાં બેસવા માટે મુકરર સ્થળે પહોંચી ગયા. બસ તૈયાર જ ઊભી હતી. કેટલાક પ્રવાસીઓ આવી ગયા હતા. આવા પ્રવાસમાં બસમાં આગળ બેઠક મળી હોય તો ચડવાઊતરવામાં કેટલીક અનુકૂળતા રહે છે. પરંતુ બસમાં દાખલ થતાં જ અમે જોયું કે પહેલી બેઠકમાં એક શ્વેતકેશી વૃદ્ધ મહિલા બેસી ગયાં હતાં અને કોઈક પુસ્તક વાંચતાં હતાં. “માજીએ વહેલા આવીને પહેલી બેઠક પચાવી પાડી છે. અમારામાંથી એક ગુજરાતીમાં કહ્યું. આટલી ઉંમરે પણ પ્રવાસનો એમને સારો શોખ હોય એમ લાગે છે.' બીજાએ પોતાનું અવલોકન જણાવ્યું. હસતાં હસતાં અમે પાછળ ખાલી બેઠકોમાં બેસી ગયા. બસમાં લગભગ પચીસેક પ્રવાસી હતા. વાઇકિંગના વારસદારો - ૧૮૩ For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy