________________
બોલાઈ ગયું, “બહેન, થોડા ઓછા કપ લઈ એક ફેરો વધુ કરો તો ! કોઈ વખત કપ પડી જાય.' એણે સસ્મિત કહ્યું, “સર, એમ નહિ થાય. આ મારો રોજનો મહાવરો છે.” એના આત્મવિશ્વાસથી આનંદ થયો. પણ પછીના ફેરે એના બધા કપ ધડ દઈને નીચે પડ્યા. કેટલાક ફૂટયા. કેટલાક પ્રવાસીઓ ઉપર બચેલી કૉફીના છાંટા ઊડ્યા. અમને પણ એનો લાભ મળ્યો. યુવતી શરમિંદી બની ગઈ. એણે કહ્યું, “સર, તમારી સલાહ સાચી હતી.' બીજા કર્મચારીએ ફટાફટ સાફસૂફી કરી નાખી અને જાણે કશું જ બન્યું નથી એવું વાતાવરણ થઈ ગયું. હામરફેસ્ટ આવતાં અમે અમારી હોટેલમાં પહોંચી ગયા.
(પાસપોર્ટની પાંખે-૩)
૧૮૨ ૯ પ્રવાસ-દર્શન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org