SearchBrowseAboutContactDonate
Page Preview
Page 209
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૩ ઑસ્લોનું અવનવું (નૉર્વે) દુનિયાનાં કેટલાંક શાન્ત, સુંદર, સુખી શહેરોમાં નૉર્વેના પાટનગર સ્લોને ગણાવી શકાય. યુરોપના દેશોમાં ઉત્તરે આવેલા નૉર્વેનું ભૌગોલિક સ્થાન વિશિષ્ટ છે. એનો ત્રીજો ભાગ ધ્રુવવર્તુળ (Arctic circle)માં આવેલો છે. સખત ઠંડીના આ દેશમાં શિયાળામાં તો બરફમાં સાહસિક પ્રકારની વિવિધ રમતો રમવા ખડતલ શોખીનો નીકળી પડે. દર વર્ષે કેટલાયે ઘવાય, કોઈક મૃત્યુ પામે, પણ સાહસિકતાનો જુસ્સો ઓછો ન થાય. નૉર્વે-સ્વીડનમાં ભૌગોલિક વિસ્તાર મોટો, પણ વસ્તી પાંખી. આશરે અડધા ચોરસ કિલોમીટરે એક માણસની સરેરાશ આવે. એથી શહેરો સિવાય અન્યત્ર ઘરો છૂટાંછવાયાં. પરિણામે લોકો એકાંતપ્રિય. આ એકાંતપ્રિયતા એકલતામાં પરિણમે ત્યારે માનસિક સમસ્યાઓ ઊભી થાય, ગુનાઓ થાય. એકંદરે પ્રજા બુદ્ધિશાળી, શાન્ત, સમજુ અને ડાહી, છતાં દુનિયામાં આપઘાતનું સૌથી વધુ સરેરાશ પ્રમાણ આ દેશોમાં છે. કેટલાક પ્રકારની ઘટનાઓ તો જગતમાં રોજેરોજ ક્યાંક ને ક્યાંક બનતી રહે છે, પરંતુ એ જ્યારે અમુક પ્રદેશમાં, અમુક પ્રજામાં બને ત્યારે તે આપણને નવાઈ પમાડે છે. એક વખત સ્લોમાં અમે પૂરા ચોવીસ કલાક પણ નહોતા, પણ ત્યારે જે જોયું-અનુભવ્યું તે યાદ રહી જાય એવું હતું. Jain Education International અમે લંડનથી ઑસ્લો થઈને ઉત્તર નૉર્વેની સફરે જઈ રહ્યા હતા. ઑોનું અવનવું * ૧૬૭ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy