SearchBrowseAboutContactDonate
Page Preview
Page 210
Loading...
Download File
Download File
Page Text
________________ ઓસ્લોના નવા એરપૉર્ટ પર ઊતરી સ્વયંસંચાલિત ટ્રેન દ્વારા શહેરમાં અમારી હોટેલમાં પહોંચી ગયા. થોડાં વર્ષોમાં આ દેશની સમૃદ્ધિમાં કેટલી વૃદ્ધિ થઈ છે તેની ઝાંખી કરાવવા એરપોર્ટ અને ટ્રેનનો અનુભવ પૂરતો હતો. - સાંજ પડવા આવી હતી, પણ ઉનાળાના દિવસો હતા એટલે અહીં જાણે હજુ બપોર હોય એવું લાગતું હતું. ઓસ્લોમાં ઉનાળામાં સૂર્યાસ્ત રાતના દસેક વાગ્યા પછી થાય. નૉર્વ-સ્વીડનની ઉત્તરે તો મધરાતે પણ સૂર્ય સામે નહિ, ઘડિયાળ સામે જોઈને ભોજન કરવા બેસવું પડે. અમારી હોટેલમાં શાકાહારી ભોજન અમને ખપે એવું નહોતું એટલે તપાસ કરીને બહાર એક રેસ્ટોરામાં જવાનું અમે વિચાર્યું. ટ્રામમાં બેસીને રેસ્ટોરાંની નજીક અમે ઊતર્યા. અમે ફૂટપાથ પર ચાલતાં ચાલતાં રેસ્ટોરાંની દિશામાં જઈ રહ્યા હતા, ત્યાં મારા મિત્રે કહ્યું, “ઊભા રહો, ત્યાં કંઈ ધમાલ લાગે છે.” બે માણસો રેસ્ટોરાંના દરવાજામાંથી બરાડા પાડતા નીકળ્યા. કંઈક મારામારી થઈ છે એવું અમને લાગ્યું. અમે ત્યાં જ થંભી ગયા. બંને માણસોના પહેરવેશ પરથી લાગ્યું કે તેઓ રેસ્ટોરાંના જ વેઇટર હશે ! થોડીક ક્ષણોમાં ચિત્ર કંઈક સ્પષ્ટ થયું. બે વેઇટરો વચ્ચે આ મારામારી નહોતી, પણ એક વેઇટર બરાડતો હતો અને બીજો એના હાથ પકડી એને અટકાવતો હતો અને સમજાવતો હતો. બરાડિયા વેઇટરને દારૂનો નશો ચડ્યો હશે એવું એના અવાજ પરથી લાગતું હતું. શરાબી નશામાં માણસ ઉગ્ર થાય ત્યારે એનો અવાજ બદલાઈ જાય છે. એવામાં બીજા બે વેઇટરે પોતાની ટોપી કાઢીને રેસ્ટોરાંના દરવાજા તરફ એનો ઘા કર્યો. એવામાં બીજા બે વેઇટરો બહાર આવ્યા અને પેલા વેઇટરને શાન્ત પાડવા ધમાચકડીમાં જોડાયા. પણ બરાડિયો વેઇટર ઊંચો, કદાવર અને જબરો હતો. એમાં વળી મદિરાપાનના મદથી ઘેરાયેલો હતો. સાથી વેઇટરોનો વારવાનો પ્રયત્ન નિષ્ફળ બનાવીને એણે પોતાનું શર્ટ કાઢીને ફગાવી દીધું. પછી એણે પોતાનું પેન્ટ કાઢવાનું શરૂ કર્યું. એમાં ઝપાઝપી ઠીક ઠીક થઈ. દારૂડિયો વેઇટર એમાં પણ ફાવ્યો અને પેન્ટ કાઢીને એણે રેસ્ટોરાંના દરવાજામાં ફેંક્યું. તે સાવ નગ્ન થઈ ગયો. એના આ કૃત્ય પરથી અને વારંવાર રેસ્ટોરાં તરફ આંગળી કરીને પોતાની ભાષામાં એ જે રીતે બરાડતો હતો એના ઉપરથી એવો અર્થ નીકળતો હતો કે નથી કરવી મારે તમારી નોકરી. લઈ લ્યો આ તમારો ડ્રેસ પાછો.' ૧૬૮ ૯ પ્રવાસ-દર્શન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.002033
Book TitlePravas Darshan
Original Sutra AuthorN/A
AuthorRamanlal C Shah
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year2006
Total Pages424
LanguageGujarati
ClassificationBook_Gujarati & Literature
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy